તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • BJP's Victory Is Certain In The Municipal Corporations Including Ahmedabad In The State, An Atmosphere Of Enthusiasm Among The Workers, BJP Will Celebrate The Victory In The Afternoon.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતનો જશ્ન:અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર મુખ્યમંત્રીના જનતા અભિવાદન કાર્યક્રમ સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાયો, નવા કોર્પોરેટરો માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યું

અમદાવાદ7 દિવસ પહેલા
ખાનપુરમાં ભાજપના કાર્યાલય પર રોશની કરવામાં આવી - Divya Bhaskar
ખાનપુરમાં ભાજપના કાર્યાલય પર રોશની કરવામાં આવી
 • અમદાવાદમાં સાંજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે
 • ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી માટે ટેન્ટ બાંધવાનો સામાન પહોંચ્યો
 • નવરંગપુરાના ભાજપની પેનલની જીત થતાં ઉજવણી કરાઈ, ધારાસભ્ય રાકેશ શાહ પણ પહોંચ્યા

ભાજપ વિજયોત્સવ મનાવવાની તૈયારીઓ કરી શરૂ. ખાનપુર કાર્યાલય પર આઈ કે જાડેજા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ ની અધ્યક્ષતામાં ઉત્સવ અંગેની તૈયારીઓ અંગે આયોજન થઇ રહ્યું છે. બપોર પછી ભાજપ જીતનો જશ્ન મનાવશે, મહાનગરોમાં પણ ભાજપની જીતની ઉજવણી કરવામાં આવશે. સભાના મુખ્ય સ્ટેજ આગળ નવા ચૂંટાયેલા કોર્પોરેટર માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. નવા ચુંટાયેલા કોર્પોરેટરો માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે મુખ્ય સ્ટેજ અને કોર્પોરેટર ની બેઠક વ્યવસ્થા ને સેનેટાઇઝેશન કરવામાં આવ્યું. સભા માટે ભાજપના શહેરના હોદેદારો પહોંચી રહ્યા છે. જીતની ઉજવણી માટે ખાનપુર ભાજપ કાર્યાલય પર રોશની કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સભા સ્થળે પહોંચી ગયાં છે અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તેમને પગે લાગી રહ્યાં છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ સભા સ્થળે પહોંચ્યા
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ સભા સ્થળે પહોંચ્યા

જીતની ઉજવણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી
અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાનપુર ખાતેના કાર્યાલય પર ટેન્ટ બાંધવા માટેનો સામાન પહોંચી ગયો છે અને કારીગરો દ્વારા ટેન્ટ બાંધવાની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.મહા નગરપાલિકા ચૂંટણી અંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમે અમદાવાદમાં 175 કરતા વધુ બેઠકો મેળવીશું, અમદાવાદ સિવાય ક્યાંક અન્ય પક્ષ જીત્યા છે, જેનો અભ્યાસ કરીશુ.ભાજપના અગ્રણી નેતા આઇ.કે.જાડેજાએ આજે સાંજે ભાજપના વિજય ઉજવણીની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, આજે ખાનપુર કાર્યાલય ખાતે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ ની હાજરીમાં ઊજવણી કરવાની જાહેરાત કરી છે. સાથે જ સુરતના પરિણામ અને ‘આપ’ના દેખાવ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે દરેક પરિણામ બાદ સંકલન અનવ આકલન કરતા હોઈએ છીએ, જેથી આ પરીણામો નું પણ મંથન થશે.

નવરંગપુરામાં ભાજપના ઉમેદવારો જીત્યાં
નવરંગપુરામાં ભાજપના ઉમેદવારો જીત્યાં

સૈજપુર બોધા સહિત 6 વોર્ડમાં ભાજપની પેનલ જીતી
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે.નવરંગપુરાના ભાજપની પેનલની જીત થતાં ઉજવણી કરાઈ, ધારાસભ્ય રાકેશ શાહ પણ પહોંચી ગયાં છે. બીજી બાજુ ગોતા વોર્ડના ભાજપના ઉમેદવારો વિજયી થતાં ગુજરાત કોલેજની બહાર કાર્યકરોએ ઢોલ વગાડીને વધાવી લીધાં હતાં.

આઈ.કે જાડેજા ખાનપુર કાર્યાલય પર પહોંચ્યા
આઈ.કે જાડેજા ખાનપુર કાર્યાલય પર પહોંચ્યા

‘આપ’ અને ઓવૈસીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
બીજી બાજુ કોંગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં પણ નાજુક થતી શરૂઆતના ટ્રેન્ડમાં જોવા મળી છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીનું ખાતુ ખુલતાં કોંગ્રેસને મતનું નુકશાન ભોગવવું પડ્યું છે. વડોદરામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ રહી છે. અમદાવાદમાં ભાજપ આગળ રહેતા ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો થયો છે. શહેરમાં ગુજરાત કોલેજની બહાર જોધપુર વોર્ડના કાર્યકર્તાઓ ઉજવણી માટે તૈયાર થઈ ગયાં છે.અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.

ભાજપના કાર્યકરોએ ઉજવણી શરુ કરી
ભાજપના કાર્યકરોએ ઉજવણી શરુ કરી

ભાજપના ખાનપુર કાર્યાલય પર ઠંડો માહોલ
મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ગણતરી શરૂ થયા બાદ શરૂઆતી પરિમાણો આવવા લાગ્યા છે. ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 11 વાગ્યા સુધી કોઈ મોટી ચહલપહલ જોવા નથી મળી રહી. શરૂઆતી પરિણામોમાં ભલે ભાજપ આગળ હોય પરંતુ જે રીતે કોંગ્રેસની સાથે આપના ઉમેદવારોના મતોની નોંધ લેવાઈ છે, જેથી બન્ને પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 10.30 વાગ્યે રાજ્યની મહાનગરપાલિકા ની ચૂંટણીના પ્રભારી આઈ. કે જાડેજા કાર્યાલય પહોંચ્યા છે. તે અગાઉ 9 વાગ્યે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ કાર્યાલય પહોંચ્યા હતાં. કાર્યાલય ખાતેથી અમદાવાદ ના તમામ વોર્ડના વાલીઓને કાર્યાલય પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કાર્યાલય ખાતે હોલમાં ડિસ્પ્લે ગોઠવી સામુહિક રીતે પરિણામ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભાજપના કાર્યકરોએ ઉમેદવારો પર ગુલાલ ઉડાડીને વધાવી લીધા
ભાજપના કાર્યકરોએ ઉમેદવારો પર ગુલાલ ઉડાડીને વધાવી લીધા

576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ
રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, 18માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ છે.સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો