પ્રમુખની વરણી:અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત પરંતુ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના બનશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે

રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 31 જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે. શાહપુર બેઠક પરથી પારૂબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા.

એક બેઠક બિન હરીફ
અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...