તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાના ધામમાં રાજકીય કાર્યક્રમ:ગુજરાત યુનિ.માં જાહેર રજાના દિવસે ભાજપનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થી સેનાની આંદોલનની ચીમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ

ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજાના દિવસે ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીમાં જાહેર રજાના દિવસે રાજકીય કાર્યક્રમ યોજાતા વિવાદ થયો છે.આ મામલે વિદ્યાર્થી સેનાના વિષ્ણુ દેસાઈએ જણાવ્યું કે, આ અંગે ગુજરાત યુનિવર્સિટીને રજૂઆત આવશે અને આ પ્રકારે કોઈપણ રાજકીય પક્ષના કાર્યક્રમ ના યોજવા માટે જણાવવામાં આવશે.

પ્રદિપસિંહ વાઘેલા અને અન્ય કાર્યકરો
પ્રદિપસિંહ વાઘેલા અને અન્ય કાર્યકરો

ગુજરાત યુનિવર્સિટીમાં રવિવારે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાની અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન થયું નહોતું. જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફોટોઝ સામે આવતા વિદ્યાર્થી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિદ્યાર્થી સેનાના નેતા વિષ્ણુ દેસાઈ
વિદ્યાર્થી સેનાના નેતા વિષ્ણુ દેસાઈ

નાપાસ કરવાની બીક બતાવીને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રાખ્યાઃ વિદ્યાર્થી સેના
વિદ્યાર્થી સેનાના વિષ્ણુ દેસાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં ભાજપે રાજકીય કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને જબરજસ્તી ધાક ધમકી આપીને પરીક્ષામાં નાપાસ કરવાની બીક બતાવીને ભાજપના કાર્યક્રમમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી. વિદ્યાર્થી સેના દ્વારા ગુજરાત યુનિવર્સિટીના આ મામલે ચેતવણી આપવામાં આવી છે કે આવા કાર્યક્રમ ફરીથી યોજાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...