તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું માળખું:ભાજપનું નવું સંગઠન માળખું એક અઠવાડિયામાં જાહેર થશે, નારાજ કાર્યકરોને બોર્ડ-નિગમોમાં નિમણૂક અપાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના નિગમોમાં હોદ્દેદારોની જગ્યા ખાલી

સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. પાટીલ પોતાની નવી ટીમ આગામી સપ્તાહે જાહેર કરે તેવી શક્યતાઓ છે. સાથે જ બોર્ડ-નિગમોમાં નિમણૂકો માટેનો તખ્તો પણ તૈયાર થઇ રહ્યો છે. રાજ્યમાં બે-ત્રણ બોર્ડ-નિગમોને બાદ કરતા મોટાભાગના નિગમોમાં હોદ્દેદારોની જગ્યા ખાલી છે અને લાંબા સમયથી નિમણૂકો થઇ નથી જેથી કાર્યકરોની નિરાશા દૂર કરવા માટે આ મામલો પણ સી.આર.પાટીલે હાથમાં લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સંગઠનમાં મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ સહિતના પદ ઉપર મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. જેના પગલે ભાજપના સિનિયર નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી ન ફેલાય તે માટે સંગઠન માળખાની સાથે બોર્ડ - નિગમોમાં મોટાપાયે નિમણૂકો માટે તજવીજ શરૂ કરાઇ છે. હાલ સી.આર.પાટીલ આ મામલે આગળ વધી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે ટૂંક સમયમાં સીએમ સાથે આ મામલે બેઠક યોજાયા બાદ ફાઇનલ યાદી તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...