તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના હાઈ પ્રોફાઈલ નગર નિગમમાં સામેલ થઈ ચૂકેલા ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(GHMC)ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 150 સીટની મતગણતરી થઈ રહી છે. આ મતગણતરીમાં ભાજપ TRS(તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ) અને AIMIM(ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહદુલ મુસલમિન)ને બરાબરની ટક્કર આપી રહ્યો છે. આમ ભાજપ કર્ણાટક સિવાય હવે દક્ષિણનાં રાજ્યોમાં પણ પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ભાજપ માટે એક મોટી સફળતા સમાન છે, કારણ કે અત્યાર સુધીમાં ભાજપનો દક્ષિણ ભારતીય રાજ્યોમાં ખાસ કોઈ પ્રભાવ રહ્યો નથી. જો કે આ સફળતા પાછળ ભાજપનું ગુજરાત મોડલ કામ કરી ગયું છે. બહુ ચર્ચિત અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં જીતવા માટે ભાજપે ગુજરાત પેટર્નની પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટના આધારે વ્યૂહરચના ઘડી હતી. આ ચૂંટણી જંગ માટે ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી.
મતદાનના દિવસે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને સાથે રાખી બૂથ મેનેજમેન્ટ
હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પ્રચાર કામગીરી કરી પરત આવેલા પ્રદીપસિંહ વાઘેલાએ DivyaBhaskar સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરની રુએ મને હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. મારી જવાબદારી 30 કાર્યકરો સાથે હૈદરાબાદ નગર નિગમમાં આવતી 6 વિધાનસભામાં બૂથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ સાથે સંકલન કરવાની હતી. જેથી મેં સ્થાનિક કાર્યકરોને સાથે રાખી પેજ ટીમ બનાવી હતી તેને યોગ્ય માર્ગદર્શન અને કામગીરી સમજાવી દેવામાં આવી હતી. તે પછી મતદાનના દિવસે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને સાથે રાખીને બૂથ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ઉમેદવારને વધુમાં વધુ મત મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
13 વર્ષ પહેલા જ GHMCની રચના થઈ હતી
આ વખતે 1 ડિસેમ્બરના રોજ વોટિંગ થયું હતું. GHMCના 150 વોર્ડ પર 1122 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી આ વખતે ખાસ એટલા માટે છે કારણ કે ભાજપે ચૂંટણીમાં તેની સમગ્ર તાકાત લગાવી દીધી હતી. 2007માં જ GHMCની રચના થઈ હતી.
અત્યાર સુધીમાં GHMCની 2 ચૂંટણી થઈ
2016ની સ્થિતિ
પાર્ટી | કેટલી સીટો |
TRS | 99 |
AIMIM | 44 |
ભાજપ | 4 |
કોંગ્રેસ | 2 |
TDP | 1 |
કુલ | 150 |
2009ની સ્થિતિ
પાર્ટી | કેટલી સીટો |
કોંગ્રેસ | 52 |
TDP | 45 |
AIMIM | 43 |
ભાજપ | 4 |
અન્ય | 5 |
કુલ | 149 |
2016માં ભાજપને મળી હતી 3 સીટ
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 વોર્ડમાં જીત મળી હતી. ભાજપે માત્ર 3 અને કોંગ્રેસને 2 વોર્ડમાં જીત મળી હતી. ગ્રેટર હૈદરાબાદ અને જૂના હૈદારાબાદના નિગમ પર મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ(KCR) અને ઓવેસીએ કબજો જમાવ્યો હતો.
ભાજપ તરફથી શાહે મોર્ચો સંભાળ્યો હતો
ગૃહમંત્રી અમિત શાહ 29 નવેમ્બરે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે સિકંદરાબાદમાં રોડ શો કર્યો હતો. એ પછી તેમણે પ્રેસ-કોન્ફરન્સ કરી TRS સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. શાહે કહ્યું- ચંદ્રશેખર રાવ(KCR)જીને પૂછવા માગું છું કે તમે ઓવૈસીની પાર્ટી સાથે કરાર કરો છે, તેમાં અમને કોઈ વાંધો નથી. લોકશાહીમાં કોઈપણ પાર્ટી સાથે કરાર કે ગઠબંધન કરી શકાય છે. સમસ્યા એ છે કે તમે એક રૂમમાં ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી.
50 ટકાથી પણ ઓછું વોટિંગ
આ વખતે GHMC ચૂંટણીમાં 46.55 ટકા વોટિંગ થયું. 2009માં 42.04 ટકા, જ્યારે 2016ની ચૂંટણીમાં 45.29 ટકા લોકોએ વોટિંગ કર્યું. જોકે અગાઉની 2 ચૂંટણીથી વધુ આ વખતે મતદાન થયું.
GHMCમાં 24 વિધાનસભા, 5 લોકસભા સીટ
GHMC દેશની સૌથી મોટી નગર નિગમોમાંથી એક છે. આ નગર નિગમ 4 જિલ્લામાં છે, જેમાં હૈદરાબાદ, મેડચલ-મલકાજગિરી, રંગારેડ્ડી અને સંગારેડ્ડી સામેલ છે. સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા ક્ષેત્ર સામેલ છે, જ્યારે તેલંગાણાની 5 સીટ આવે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.