આક્ષેપ:ભાજપના ભ્રષ્ટાચારે અંતિમધામના નાણાં પણ ચાઉં કર્યાઃ મોઢવાડિયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત છેલ્લા ક્રમે ધકેલાઇ રહ્યું હોવાનો આક્ષેપ
  • ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે જ નહીં, માત્ર વાતો થાય છેઃ કોંગ્રેસ

કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર ઉપર વિવિધ મુદ્દાઓને લઇને આક્ષેપ કર્યા છે. કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડીયાએ કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારમાં નેતાઓ અંતિમધામના નાણા પણ ચાંઉ કરી ગયા છે. સુરતના લીંબાયત વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સ્મશાન ભૂમી બનાવવા માટે સંસ્થાને 6.41 કરોડની રકમ મંજૂર કરાઇ હતી. ભાજપના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય ટ્રસ્ટી છે તેવી આ સંસ્થાને 4.05 કરોડ ચૂકવી પણ દેવાયા છે. પરંતુ બાંધ કામ માત્ર 20થી 30 ટકાનું જ થયુ છે.

બીજીતરફ કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય સરકારની અણઆવડત અને અમૂક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઇ ગયું છે. ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે જ નહીં, માત્ર વાતો થાય છે અને ગુજરાત દેશમાં પહેલા સ્થાનેથી 10મા સ્થાને ફંગોળાયું છે. ઓનલાઇન વિડીયો કોન્ફરન્સથી બોલાવેલી મીટીંગમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગુજરાત સરકારના કરપ્ટ અધિકારીઓ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝના કામ થવા દેતા નથી.

અન્ય સમાચારો પણ છે...