રાજનીતિ:ભાજપના ચાણક્ય અમિત શાહ પણ પેજ પ્રમુખ બન્યા અને આ કાર્યકરોની કમિટી બનાવી, ભાજપનું માઇક્રો ઇલેક્શન મેનેજમેન્ટ ભલભલાને ભૂ પાઈ દે એવું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત શાહની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમિત શાહની ફાઈલ તસવીર

ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓમાં ભાજપના થઇ રહેલા ધોવાણ બાદ પક્ષ-પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી મેનેજમેન્ટમાં માહેર પાટીલ પાસે સત્તા આવતાં જ વિધાનસભાની પેટાચૂંટણી આવી હતી, જેમાં તમામ 8 બેઠક કોંગ્રેસ પાસેથી ખૂંચવી લઈને પાટીલે સાબિત કરી દીધું હતું, પાટીલની ચૂંટણી સ્ટ્રેટેજીમાં મુખ્યત્વે પક્ષ-પ્રમુખથી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા રહી હતી. હાલ ગુજરાત ભાજપ દ્વારા આગામી મહાનગર પાલિકાઓની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. જેને પગલે હાલ પેજ પ્રમુખ અને પેજ કમિટીઓની રચના કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પેજ પ્રમુખ તરીકે પોતાની પેજ કમિટીની રચના પૂર્ણ કરી છે. આ માઇક્રો ઇલેક્શન મેનેજમેન્ટને કારણે જ ભાજપ હાલ દેશ અને વિવિધ રાજ્યોમાં સત્તા મેળવવામાં સફળ સાબિત થયો છે.

પેજ સમિતિના સભ્યોની યાદી
પેજ સમિતિના સભ્યોની યાદી

પેજ-પ્રમુખ એટલે શું???
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.

2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે: પાટીલ
​​​​​​​​​​​​​​
અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે ‘તમેં મને પેજ જિતાડી આપો, હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભા બેઠકનો લક્ષ્યાંક રાખું છું. ’સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા,જિલ્લા તાલુકા પંચાયત અને 2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...