તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપને લોટરી લાગી:ગુજરાતની 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 576 બેઠકોમાં સૌ પ્રથમ જીત ભાજપની, અમદાવાદની નારણપુરા બેઠક પર બિન્દા સુરતી બિનહરીફ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતીને બિનહરીફ જાહેર કરાયા, તેઓ અમદાવાદમાં સૌ પહેલા કાઉન્સિલર બન્યા - Divya Bhaskar
નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતીને બિનહરીફ જાહેર કરાયા, તેઓ અમદાવાદમાં સૌ પહેલા કાઉન્સિલર બન્યા
  • ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપને એક સીટ વગર ચૂંટણીએ મળી
  • અમદાવાદના નારણપુરા વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પાછું ખેંચતા ભાજપના બિન્દા સુરતી બિનહરીફ

આજે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક કબ્જે કરી છે. 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જ જીત. નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. જેથી તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મહેનતે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.

વસ્ત્રાલના કોંગી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. વસ્ત્રાલ વોર્ડનાના ઉમેદવાર ભારતી પંચાલે ફોર્મ પાછું ખેંચ્યું છે. ધાકધમકી અપાતી હોવાના કારણે ફોર્મ ખેંચ્યું હોવાના આક્ષેપ લગાવ્યા છે.

આપના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા બેઠક બિનહરીફ
નારણપુરા વોર્ડની બક્ષીપંચની રિઝર્વ બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકા રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે બિન્દા સુરતીને ટિકિટ આપી હતી. તેવામાં પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામના મહિલાને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ સોમવારે થયેલી ફોર્મ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ થયું હતું. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે નારણપુરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેના પગલે આ બેઠક પર એક માત્ર ભાજપના બિન્દા સુરતી જ ઉમેદવાર છે, જેથી તેઓ બિનહરીફ થઈ ગયા છે. હવે આ બેઠક ઉપર ચૂંટણી યોજાશે નહી. નારણપુરા વોર્ડમાં 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.

નારણપુરા વોર્ડના ઉમેદવારો અને સમર્થકોની ફાઈલ તસવીર (લાલ સર્કલમાં બિનહરીફ થયેલા બિન્દા સુરતી)
નારણપુરા વોર્ડના ઉમેદવારો અને સમર્થકોની ફાઈલ તસવીર (લાલ સર્કલમાં બિનહરીફ થયેલા બિન્દા સુરતી)

ભાજપે 1 બેઠક જીતી કોંગ્રેસે 1 ગુમાવી દીધી
કોંગ્રેસ ફરી ઉંઘતી ઝડપાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં ઉમેદવાર પસંદગી સમયે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવાના સોગંદનામા કરાવ્યા હતા. તેમ છતાં મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. સોમવાર ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે વગર મતદાને 192 બેઠકો પૈકી 4 બેઠકો ગુમાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 188 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તેની સામે ભાજપે વગર ચૂંટણીએ એક બેઠક જીતી લીધી છે અને 191 બેઠકો ઉપર ચૂંટણી લડશે.

એક જ તારીખે મતગણતરી મુદ્દે HCએ પંચનો ખુલાસો માગ્યો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની મતગણતરી એક દિવસે કરવાની દાદ માગતી અરજીમાં ચૂંટણીપંચે જવાબ રજૂ નહીં કરતા હાઇકોર્ટ ખફા થઇ હતી. 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોર્ટે વધુ સુનાવણી 15 ફેબ્રુઆરી પર મુકરર રાખી છે.કોર્ટે અરજદારને સોગંદનામું કરવા મંજૂરી આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવાની દાદ માગતી અરજીની સુનાવણી દરમ્યાન ચૂંટણીપંચે સોગંદનામું નહીં કરતા કોર્ટે નારાજગી દર્શાવતા ટકોર કરી હતી કે, કોર્ટે આપેલા આદેશને ચૂંટણીપંચ હળવાશથી લઇ રહી છે. અગત્યના કેસમાં જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવા છતાં શા માટે જવાબ રજૂ નથી થતો? અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, કોર્પોરેશનની ચૂંટણીઓની ગણતરી પછી જિલ્લા પંચાયત કે તાલુકા સ્તરની ચૂંટણીની મતગણતરી રાખવાથી તેની અસર અન્ય ચૂંટણી પર થઇ શકે છે.

અમદાવાદ સહિત 6 મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે ઉમેદવારોને વિવિધ ચૂંટણી સામગ્રી પૂરી પાડવાનું શરૂ કર્યું છે. સૌથી રસપ્રદ બાબત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેવું પ્લાસ્ટિકનું મશીન બનાવ્યું છે. જેથી ઉમેદવાર મતદારને મત કેવી રીતે આપવો તે સ્પષ્ટ સમજાવી શકે.
અમદાવાદ સહિત 6 મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે ઉમેદવારોને વિવિધ ચૂંટણી સામગ્રી પૂરી પાડવાનું શરૂ કર્યું છે. સૌથી રસપ્રદ બાબત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેવું પ્લાસ્ટિકનું મશીન બનાવ્યું છે. જેથી ઉમેદવાર મતદારને મત કેવી રીતે આપવો તે સ્પષ્ટ સમજાવી શકે.

ખેડાવાલાએ રાજીનામું પાછ્યું ખેંચ્યું, સોનલ પટેલ સસ્પેન્ડ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તામ્રધ્વજ સાહુએ આવીને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રાજીનામાનો મુદ્દો હાથમાં લીધો હતો. તેમણે ખેડાવાલાને બોલાવીને પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓની હાજરીમાં વાતચીત કરી હતી. આ વાટાઘાટોમાં ઇમરાન ખેડાવાલાને માની જતા છેવટે તેમણે રાજીનામું પાછ્યું ખેંચ્યું હતું.દરમિયાનમાં સોમવારે સોનલ પટેલે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યા પછી મંગળવારે તેમને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જે ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં બેસીને ઉમેદવારો નક્કી કરી રહ્યા છે તે ફાર્મ હાઉસમાં ધારાસભ્ય ખેડાવાલા સાથે નિરીક્ષક સાહુએ બેઠક કરી હતી. કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલને મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જાહેરમાં અભદ્ર નિવેદન બદલ અને પાર્ટીની શિસ્તનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા.સોનલ પટેલે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ.

દરિયાપુરમાં ભાજપના ઈશારે 10 અપક્ષ મેદાનમાં : ગ્યાસુદ્દીન
મ્યુનિ.ની ચૂંટણી જીતવા માટે રાજ્ય સરકારના અમદાવાદ શહેર પોલીસના વિવિધ વિભાગોને કામે લગાડાયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. તેમણે કહ્યું હતું કે, શહેરમાં જ અપક્ષોને ખાસ કરીને દરિયાપુર વોર્ડમાં 10 જેટલા અપક્ષને ચૂંટણીમાં ઉભા રાખીને નજીકના ફાર્મ હાઉસમાં રખાયા છે,આ રીતે ધાકધમકી અને ભય દેખાડીને ચૂંટણી જીતવાનો ખેલ ભાજપ ખેલી રહ્યું છે. ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી જણાવ્યું કે, પોલીસે અસામાજિક તત્વો તથા બાતમીદારાને ધાકધમકીથી અપક્ષ ઉમેદવારનું કામ કરવા દબાણ ઉભું કરાયું છે. અમદાવાદ પોલીસને કોંગ્રેસના મતનું વિભાજન કરવા વધુમાં વધુ અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા કામે લગાડાઈ હતી. હવે આ અપક્ષ ઉમેદવારોને ફાર્મ હાઉસમાં રાખીને તેમનું કામ કરાવવા માટે પોલીસ તેના બાતમીદારોને કામે લગાડયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો