ભાજપની કારોબારી બેઠક:ભાજપના બૂથનો ઇન્ચાર્જ પ્રશાંત કિશોર કરતાં સવાયો છેઃ રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ
  • અમારા બૂથનો ઇન્ચાર્જ પ્રશાંત કિશોર કરતાં પણ સવાયો છે, પાર્ટીમાં ચા બનાવનારો પણ વડાપ્રધાન બનતો હોવાથી કોઈ પરિવારવાદ નથી

કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે ત્યારે ભાજપ કારોબારીનું સંબોધન કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે અમારા બુથનો ઇન્ચાર્જ પ્રશાંત કિશોર કરતા પણ સવાયો છે. આ પાર્ટીમાં ચા બનાવનારો વ્યક્તિ પણ વડાપ્રધાન બનતો હોવાથી કોઈ પરિવારવાદ નથી. અમે અપેક્ષાઓથી ગભરાવાવાળા નથી પણ આક્ષેપોથી ગભરાઇએ છીએ. તેમણે કહ્યું કે કાર્યકર્તાઓને નીચે જોવું પડે તેવું સરકાર એક પણ કામ નહિ કરે. સંગઠન મહત્વનું છે કેમ કે સત્તા સંગઠનમાંથી જન્મતી હોય છે.

સીઆર પાટીલે જણાવ્યું કે હવે અમે ઇલેકશન મોડમાં આવી ગયાં છીએ. પ્રમુખ, મહામંત્રીઓ જિલ્લાઓના પ્રવાસ શરૂ કરશે. ચૂંટણી જીતવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. રાજનાથસિંહે મને પૂછ્યું શુ લક્ષ્ય રાખ્યો છે મેં કહ્યું 182 માંથી 182 બેઠકો મેળવવાની છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણી ભાજપ ઉમેદવારોને મૅન્ડેટ આપીને લડાવશે- સી.આર.પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મળી છે. આ કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવી જાહેરાત કરી હતી કે,સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પણ હવે ભાજપ મૅન્ડેટ આપીને લડશે. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં અત્યાર સુધી સત્તાવાર રીતે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતી નહીં, પણ ટેકો આપવામાં આવતો હતો. હવે ભાજપ મૅન્ડેટ આપશે એટલે સત્તાવાર રીતે સહકારી ક્ષેત્રમાં રાજકીય ઉમેદવારોનો પ્રવેશ થશે.

સહકારી ભાવનાને ખતમ કરશેઃ ચાવડા
ભાજપ સહકારી ક્ષેત્રમાં સત્તા સરકારના મુકાયેલા પ્રતિનિધિઓને જોરે હસ્તગત કરે છે એટલે હવે મૅન્ડેટ આપશે. આમ પણ ભાજપે સહકારી ક્ષેત્રમાં વધારે પડતો હસ્તક્ષેપ કરીને પતન કરી નાખ્યું છે,હવે મૅન્ડેટ આપશે એટલે સીધો રાજકીય હસ્તક્ષેપ થશે,પરિણામે સહકારી ક્ષેત્રનું પતન વધારે થશે અને એક તબક્કે પડી ભાંગશે.

અન્ય સમાચારો પણ છે...