મુલાકાત:ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા અમદાવાદમાં, યુવા મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતનો યુવા ચહેરો ગણાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને તેજસ્વી સૂર્યા(સાફામાં) - Divya Bhaskar
ડાબેથી ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને તેજસ્વી સૂર્યા(સાફામાં)
  • કાંકરીયા પુષ્પકુંજ પાસે નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને તેમની ઓળખ દર્શાવતી પ્રદર્શની નિહાળી
  • ખાંડવીનો સ્વાદ માણી અને કાંકરીયા તળાવ વિશે પણ માહિતી મેળવી

ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે(17 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈ આજથી ત્રણ દિવસ માટે કાંકરિયા પુષ્પકુંજ ગેટ પાસે નવભારત મેલા (નમો પ્રદર્શની) યોજવામાં આવી છે. રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાએ સવારે આ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને તેમની ઓળખ દર્શાવતી પ્રદર્શની નિહાળી હતી. તેમજ યુવા નેતા હર્ષ સંઘવીને રાજ્યમાં મંત્રીમંડળમાં મહત્વનું પદ મળ્યું છે. તેઓએ હર્ષ સંઘવીને ગુજરાતનો યુવા ચહેરો ગણાવ્યો હતો.

ગુજરાત રાષ્ટ્રભક્તોની ભૂમિ
આ દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે આજે મને ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. ગુજરાત રાષ્ટ્રભક્તોની ભૂમિ છે. મહાત્મા ગાંધીથી લઇ સરદાર વલ્લભભાઈ પટેલ, કે મુનશીથી લઈ સ્વામી દયાનંદ સરસ્વતીની ભૂમિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા ગુજરાતે દેશને આપ્યા છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે જાહેર થયેલા નવા મંત્રીમંડળ વિશે જણાવ્યું હતું કે તેઓએ ગુજરાતમાં હવે પરિવર્તન જોયુ છે.

નવ ભારત મેલા(પ્રદર્શની)
નવ ભારત મેલા(પ્રદર્શની)

PM મોદી ન્યૂ ઈન્ડિયાના આર્કિટેકટ
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ યુવાઓને પ્રોત્સાહન આપે છે. આ ન્યુ ઇન્ડિયા, વાઈબ્રન્ટ ઈન્ડિયા હોવાનું કહ્યું હતું. વડાપ્રધાન મોદી વિશે તેઓએ જણાવ્યું હતું કે માનવ ઇતિહાસમાં લોકશાહીમાં ખૂબ જ પ્રખ્યાત નેતા છે. ન્યૂ ઈન્ડિયાના આર્કિટેકટ છે.

એરપોર્ટ પર ડીજે સાથે સ્વાગત થયું
આજે સવારે સવારે એરપોર્ટ પર ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા તેજસ્વી સૂર્યાનું ઢોલ નગારા અને ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓએ કાંકરીયા પુષ્પકુંજ ગેટ પાસે યોજવામાં આવેલી નવભારત મેલા (નમો પ્રદર્શની)નિહાળી હતી. સ્થાનિક નેતાઓ અને યુવા મોરચાના કાર્યકર્તાઓને તેઓ મળ્યા હતા. વોકલ ટુ લોકલના સ્ટોલ પર ખાંડવી અને ખમણના નાસ્તો હતો, જેમાં ખાંડવીનો તેઓએ સ્વાદ માણ્યો હતો. અમદાવાદનું જાણીતું અને પ્રખ્યાત એવા કાંકરીયા લેક વિશે પણ તેઓએ માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...