વિરોધ પ્રદર્શન:પંજાબની ઘટના બાદ ભાજપ દ્વારા એલિસબ્રિજથી કોંગ્રેસ કાર્યાલય સુધી મશાલ યાત્રા કાઢી વિરોધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબ કોંગ્રેસ સરકારની નિષ્કાળજીના કારણે થયેલી ઘટનાને વખોડી કઢી હતી
  • નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સુરક્ષા માટે "મહામૃત્યુંજય મંત્રનો જાપ" કાર્યક્રમ કરવામાં આવશે

પંજાબના ફિરોઝપુરમાં રેલી માટે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં પંજાબ કોંગ્રેસ સરકારની નિષ્કાળજીના કારણે થયેલી ઘટનાને વખોડી કાઢવા એલિસબ્રિજ ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પાર્ટી કાર્યાલય સુધી મશાલ યાત્રા કાઢીને પ્રદેશ યુવા મોરચાનાં અઘ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ, મહાનગરનાં મોરચાનાં અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્થાનિક ધારાસભ્યઓ ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કરવાના હતા.

જેના પગલે પાલડી રાજીવ ગાંધી ભવન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું, બે એસીપી અને ત્રણ પીઆઇ સહિત 20થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ભાજપ યુવા મોરચાની મશાલયાત્રા એલિસબ્રિજ ટાઉનહોલથી નીકળી અને પાલડી રાજીવ ગાંધીભવન તરફ આગળ વધી હતી. જો કે પોલીસે પાલડી પહોંચે તે પહેલાં જ યાત્રાને રોકી અને તેઓને પરત મોકલી દીધા હતા. ઉપરાંત અમદાવાદના તમામ વોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સુરક્ષા માટે "મહામૃત્યુંજય મંત્રનો જાપ" કાર્યક્રમ કરવામાં આવશે. તે અંતર્ગત આજે સાંજે વાગ્યે બોડકદેવ કામેશ્વર મહાદેવ ધામ ખાતે શહેર ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં "મહામૃત્યુંજય મંત્રનો જાપ"નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...