તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તયારે ભાજપે ગામડાની સાથે શહેરો માં પણ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને ગુજરાતની આઠ પૈકી છ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીમાં ભાજપે કુલ 500થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેના આધારે વિધાનસભાની ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો મેળવવાનો ઇતિહાસ રચવાની વ્યૂહરચના છે, 2015ની ચૂંટણીમાં રાજ્યની છ મહાનગર પાલિકા માં ભાજપને 576 માંથી 385 બેઠકો મળી હતી, જયારે કૉંગ્રેસને 183 બેઠકો મળી હતી,બીજી તરફ કોંગ્રેસ શહેરી વિસ્તારમાં અત્યંત કંગાળ દેખાવ કરતી હોવાથી એકપણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા મળવાની ચાન્સ ખૂબ ઓછા છે.તેથી કૉંગ્રેસે ગામડામાં વધુ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.
સ્થાનિક ચૂંટણીના પરિણામો પરથી વિધાનસભાની 2022ની ચૂંટણીનું ભાવિ નક્કી થશે
ભાજપના પ્રદેશ કક્ષાના વર્તુળોના જણાવ્યા અનુસાર રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 576 બેઠકો પૈકી પાર્ટીએ 500 પ્લસ બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. જો ટાર્ગેટ પ્રમાણે બેઠકો મળશે તો વિપક્ષનું સ્થાન નહીંવત થઇ જવાની સંભાવના છે. સ્થાનિક ચૂંટણીના પરિણામો પરથી વિધાનસભાની 2022ની ચૂંટણીનું ભાવિ નક્કી થશે તેવું પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું છે. જો સ્થાનિક ચૂંટણીમાં 75 ટકા સંસ્થાઓ ભાજપ્ના કબજામાં આવી જાય તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ટારગેટ પૂર્ણ કરી શકશે. આ વખતે પાર્ટીનું મિશન 150 પ્લસનું એટલા માટે છે કે માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસે ગુજરાતની 182 પૈકી 149 બેઠકો કબજે કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટાર્ગેટ 150 પ્લસ બેઠકોનો રહ્યો છે.
2015માં ગામડાના મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામ જોઈએ તો તે સમયે નરેન્દ્ર મોદીનો કરિશ્મા હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના શાસનમાં નબળા પરિણામ સામે આવ્યા હતા.ખાસ કરીને ગામડાના મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો. 2015ની સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ઉંચી આવી હતી, જ્યારે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ બહેતર રહ્યો હતો. ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો ખતરાની ઘંટી છે, જ્યારે કોંગ્રેસ માટે શહેરના મતદારોને રિઝવવા એ થોડું કઠીન છે.
શહેરી વિસ્તારમાં કોંગ્રેસને સત્તા મળવાના ચાન્સ ખૂબ ઓછા
રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યના છ મહાનગરોમાં મોટાભાગના મતદારોએ ભાજપની તરફેણમાં મતો આપ્યા હતા. નગરપાલિકામાં ભાજપને 44.69 ટકા અને કોંગ્રેસને 39.59 ટકા મતો મળ્યા હતા જ્યારે મહાનગરમાં ભાજપને મળેલા મતોની ટકાવારી 50.13 થવા જાય છે ત્યારે કોંગ્રેસનો વાવટો 41.12 ટકામાં સમેટાઇ ગયો હતો. 2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું તે 2015માં ઘટી ગયું હતું પરંતુ ભાજપે તેના રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતાર્યા હોવાથી શહેરી વિસ્તારમાં કોંગ્રેસને સત્તા મળવાના ચાન્સ ખૂબ ઓછા જોવા મળી રહ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.