તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ બનશે મેયર?:ભાજપમાં હવે 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે; પેનલ બનાવી એનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાશે, 3 શહેરમાં મહિલા મેયર બનશે

ગાંધીનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે
 • રાજકોટમાં પહેલા OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે
 • ભાવનગરમાં પહેલાં મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે
 • રાજ્યનાં છ શહેરમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

ગુજરાતનાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગીપ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયરપદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે, છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરમાં મહિલા મેયર સત્તારૂઢ થશે. સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાંક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે-તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.
અમદાવાદમાં પહેલી ટર્મમાં મેયરનું પદ અનામત
વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને 159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને 93 અને આમઆદમી પાર્ટીને 27 બેઠક મળી છે. વિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયરપદ માટે પાટીદારનેતાની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે.

મેયરની પસંદગી માટે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે.
મેયરની પસંદગી માટે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે.

વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે
બીજી તરફ, વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલા OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે. રાજકોટમાં ભાજપ 68 અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકમાં છે. ભાવનગરમાં પહેલાં મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપને 44 અને કોંગ્રેસને આઠ બેઠક મળી છે. જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શેડ્યૂલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપને 50 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે. રાજ્યનાં છ શહેરોમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.વડોદરામાં ડો. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, કેતન પટેલ, કેયુર રોકડિયા અને પરાક્રમસિંહ જાડેજા મેયર પદની નામની ચર્ચામાં છે.

હાઈકમાન્ડને લિસ્ટ મોકલાશે બાદમાં મેયર નક્કી થશે.
હાઈકમાન્ડને લિસ્ટ મોકલાશે બાદમાં મેયર નક્કી થશે.

સામાન્ય વ્યક્તિ ભાજપનો મેયર બની શકે એવો સંદેશો આપી શકે
અમદાવાદમાં ભાજપના અગ્રણીઓ હાલ મોટી બહુમતી મળ્યા બાદ એક સામાન્ય વ્યક્તિ પણ મેયરપદ મેળવી શકે છે એવો મેસેજ આપશે એવું માનવામાં આવી રહ્યું છે. પાર્લમેન્ટરી બોર્ડ અને વરિષ્ઠ નેતાઓ હવે અમદાવાદ મેયર માટે અલગ-અલગ સમીકરણ ચકાસી રહ્યા છે, જેમાં હાલ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદની રેસમાં ચાલી રહ્યું છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે.સામાન્ય ગરીબ પરિવારમાં આજે પણ રહે છે, જેમને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભાજપનો મેયર બની શકે છે એવો મેસેજ આપવા માગે છે.
RSSના હિમાંશુ વાળા પણ મેયર તરીકે ચર્ચાતુ નામ
બીજી તરફ, RSSમાં ઘણા સમયથી સક્રિય રહેલા હિમાંશુ વાળા પણ આ સમયે મેયર તરીકે ચર્ચાતું નામ છે. તેઓ બેંકની નોકરી છોડીને સક્રિય રાજકારણમાં આવ્યા છે અને તેમનું પણ નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર તરીકે સરસપુરના ભાસ્કર ભટ્ટ અને જતીન પટેલનાં નામ ચર્ચામાં છે, જેમનાં નામની હાલ ઉચ્ચ લેવલે ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.

મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ રામભાઇ ડવ અને બાબુભાઇ ઉધરેજા
મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ રામભાઇ ડવ અને બાબુભાઇ ઉધરેજા

રાજકોટ મેયર પદ માટે અનેક નામની ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારબાદના અઢી વર્ષ માટે મેયરનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ રામભાઇ ડવ અને બાબુભાઇ ઉધરેજાના નામ ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો