તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની બેઠક:મહાનગર પાલિકા બાદ 7 ફેબ્રુઆરીથી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે સીએમના નિવાસ સ્થાને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી - Divya Bhaskar
મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે સીએમના નિવાસ સ્થાને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી
 • ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો

રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળી હતી. જેમાં છ મહાનગર પાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી મળેલી આ બેઠક બાદ આજે ભાજપ દ્વારા રાજકોટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બાકીના ઉમેદવારોને સીધા જ ઈમેલથી જાણ કરવામાં આવશે એવું સી.આર.પાટીલે પત્રકારોને જણાવ્યું હતું. હવે ફરીવાર 7 થી 10 ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળશે.
7 થી 10 ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટ્રી બોર્ડ
મહાનગર પાલિકા બાદ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે. ત્યારે આ ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાશે. આ બેઠકમાં ભાજપ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપશે.
નવા નિયમનો પ્લસ પોઇન્ટ: નવા ચહેરાને તક મળશે
ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે. અગાઉ વિવિધ કેમ્પ કે જૂથના દાવેદારોને તક અપાતી હતી આ નિયમથી જૂથવાદનું રાજકારણ ઘણે અંશે નબળું પડશે અને નવા ચહેરાને તક મળશે.
ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજાને ટિકિટ નહીં આપે
આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો