મોર્નિંગ ન્યૂઝ બ્રીફપીએમ મોદીની ગુજરાતમાં ત્રણ સભા:ભાજપે બળવાખોરોને સસ્પેન્ડ કર્યા, માલધારીઓ ફરી ભાજપ સામે પડ્યા; સુરત પોલીસ અને AAP કાર્યકરોમાં ઝપાઝપી

અમદાવાદ3 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 23 નવેમ્બર, કારતક વદ અમાસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) પીએમ મોદી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધશે
2) પ્રિયંકા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાશે
3) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નિઝર, વ્યારા, માંડવી અને ઝઘડિયામાં રોડ શો કરશે.
4) આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા મોડાસા અને પ્રાંતિજમાં રોડ શો કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભાજપે બળવાખોરોને સસ્પેન્ડ કર્યા: અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા

ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) 'બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો', ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
ગુજરાતમાં રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક બનાવવાને લઈને માલધારીઓ અને ભાજપ સરકાર સામે-સામે આવી ગયા હતા. તંત્ર દ્વારા માલધારીઓનાં ઢોર અને તબેલાઓ પણ હટાવી દેવાયા હતાં. જોકે માલધારીઓએ આંદોલન કરતાં સરકારે ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચી લીધું હતું. જોકે અંદાજે 50 લાખની વસતિ ધરાવતા માલધારીઓ એ હદે નારાજ થઈ ગયા છે
વાંચો સમાચાર વિગતવાર

3) ભાજપના ઉમેદવાર ઝોકે ચડ્યા, VIDEO: વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી બોલતા રહ્યા ને મેયરે શાનપણથી 10થી વધુ ઝોકા ખાધા
વડોદરામાં નવલખી મેદાનમાં PM મોદીના સભા સ્થળે જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયા ઝોકા ખાતા નજરે પડ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સંબોધન કરી રહ્યા હતા અને બાજુની ખુરશીમાં બેઠા બેઠા કેયુર રોકડિયા ઉંઘી રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) પાટીદારોના ગઢમાં કેજરીવાલ: સુરતમાં અરવિંદ કેજરીવાલની સભામાં હોબાળો થયો, પોલીસ અને AAP કાર્યકરોમાં ઝપાઝપી થઈ
સુરતના સિંગણપોરમાં અરવિંદ કેજરીવાલની સભા યોજાવવાની હતી. પરંતુ સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકૂટ થઈ હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો હટાવતા મામલો ગરમાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) POK પર કાર્યવાહી કરવા સેના તૈયાર: ઉત્તરી સેનાના કમાન્ડના ચીફે કહ્યું–'સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છીએ'; લોન્ચપેડ પર 160 આતંકીઓ હાજર
નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે કહ્યું- ભારત સરકાર જ્યારે આદેશ આપશે, સેના POK પર કાર્યવાહી કરશે.
વાંચો સમાચાર વિગતવાર

6) મોદીની હત્યાનું કાવતરું: ભાગેડુ આતંકી દાઉદે બે આતંકવાદીઓને હત્યાની સોપારી આપી, મુંબઈ પોલીસને વ્હોટ્સએપ મેસેજ મળ્યો
PM મોદીને જીવનું જોખમ છે. મુંબઈ પોલીસને વ્હોટ્સએપમાં એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મોદીને મારવા કાવતરું ઘડ્યું છે. આ મેસેજ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ધરપકડ બાદ પહેલીવાર આફતાબનો ચહેરો જોવા મળ્યો:પોલીગ્રાફ ટેસ્ટ બાદ તે ફોરેન્સિક લેબમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ બાદ તેનો ચહેરો પહેલીવાર સામે આવ્યો છે. તે ફોરેન્સિક ટેસ્ટ માટે રોહિણી ફોરેન્સિક લેબમાં ગયો હતો. અહીંથી નીકળતી વખતે તે મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયો હતો. મંગળવારે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સત્ય જાણવા માટે આ પ્રક્રિયા લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે.
વાંચો સમાચાર વિગતવાર

8) ઇન્ડોનેશિયામાં 3 મિનિટમાં વિનાશ: ભૂકંપ પછી કાટમાળમાં લોકો સ્વજનોને શોધી રહ્યા, 13 હજાર બેઘર થયા; પાર્કિંગ-રસ્તા પર સારવાર કરવામાં આવી રહી
ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ પછી ચારેય તરફ કાટમાળ, મૃતદેહો અને ઘાયલો દેખાઈ રહ્યા છે. 2 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 13 હજાર લોકો બેઘર છે. ઇજાગ્રસ્તોને કામચલાઉ કેમ્પ, પાર્કિંગની જગ્યાઓ અને રસ્તાઓ પર સારવાર આપવામાં આવી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) CMનો સેલ્ફી ટાઈમ: સંતરામપુરમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યકરનો ફોન લઈ સેલ્ફી ખેચવા લાગ્યા
2) SDMના આપઘાત પહેલાં જ સીસીટીવી બંધ? ડ્રાઈવરને ફોન કર્યો તું મને લઈ જા... 7 મિનિટ બાદ જ પાંચમા માળેથી પડતાં મોત, રાજેન્દ્ર પટેલના મોતનું ઘૂંટાતું રહસ્ય
3) મોંઘવારી પર મૌન: સુરતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વર્લ્ડ ઈકોનોમીમાં દેશનું સ્થાન આગળ આવ્યાનો રાગ આલાપી જવાબ દેવાનું ટાળ્યું
4) સાવલીના કોંગ્રેસના ઉમેદવારના પ્રહાર: 'ફોર્મ ભરીને સૂઈ જઇશું તો પણ જીતી જઇશું કહેનારા કેતન ઇનામદાર દોડાદોડ કરે છે, સૌથી મોટા ખનન માફિયા આપણા MLA છે'
5) ચીનના પ્લાન્ટમાં આગથી 38નાં મૃત્યુ:બે લોકો ગુમ, બે ઘાયલ, દુર્ઘટના પાછળ ષડ્યંત્રની આશંકા, શકમંદ પોલીસ જાપતામાં
6) મેઘાલયમાં પોલીસ ગોળીબારમાં 6ના મોત:VIDEO વાઇરલ થતાં હિંસા ફેલાઈ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ
7) તેજગઢ ખાતે રૂપાલા ગાજ્યા: કહ્યું- ગદ્દાર કહેવાવાળા કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ; મોરારજી દેસાઈએ પણ કોંગ્રેસ છોડી હતી
8) અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું: 'મારી તો કમનસીબી એ છે કે, જ્યાં જાવ ત્યાં બધા એમ કહે કે બહારનો છું; મને ખબર નથી હું ક્યાંનો છું!'

આજનો ઇતિહાસ
1937માં ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝનું અવસાન થયું.
2009માં ફિલીપીન્સમાં 32 મીડિયાકર્મીઓની હત્યા કરાઈ.

આજનો સુવિચાર
હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...