તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક નેતાઓ જ પ્રચાર કરશે:ભાજપે પ્રચાર શરૂ કર્યો, અમિત શાહ બંગાળમાં વ્યસ્ત હોવાથી નહીં આવે

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ વખતે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પ્રચાર સભા કરશે નહીં. - Divya Bhaskar
આ વખતે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પ્રચાર સભા કરશે નહીં.
 • ચૂંટણી પ્રચારની સાથે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ સૂત્ર વહેતું કરાયું

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો પ્રચાર સોમવારથી વિધિવત્ રીતે શરૂ થયો છે. ગુજરાત ભાજપે આ ચૂંટણી કેમ્પેઇન માટે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’નું સૂત્ર વહેતું કર્યું છે. બુધવારથી શહેરોમાં પ્રચારસભા શરૂ થશે. જોકે આ વખતે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પ્રચાર સભા કરશે નહીં.

ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે આ પ્રચાર માટે થીમ સોંગ, ટૂંકી ફિલ્મો, હોર્ડિંગ્સ, ઝિંગલ્સ અને અન્ય પ્રચાર માધ્યમો લોન્ચ કર્યાં હતાં. આ દરમિયાન પાટીલે જણાવ્યું કે આ ચૂંટણીઓમાં અમારા ગુજરાતના નેતાઓ જ દરેક ઠેકાણે પ્રચાર કાર્ય કરશે. રામમંદિર તથા ગુજરાતના વિકાસના મુદ્દે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, રામમંદિર તથા વિકાસનો વિરોધ કરી રહી છે અને તેમનો માત્ર આ જ એજન્ડા છે.

નગરપાલિકા અને પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ 10 ફેબ્રુઆરીએ આવે તેવી શક્યતા
હાલ ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત ભાજપની પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ચાલી રહી છે. આ ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરીએ જાહેર થાય તેવી શક્યતા છે. મહાનગરપાલિકાઓની જેમ જ નામ જાહેર થયાં બાદ ઉમેદવારોનો નામાંકન દાખલ કરવા માટે ખૂબ ઓછો સમય મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો