તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીલની રેલી:અમદાવાદના ભરચક વિસ્તારમાં ભાજપની રેલીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો ભૂલાયો, હજારો કાર્યકરો વાહનો સાથે 23 કિ.મીની રેલીમાં જોડાયા

અમદાવાદ8 દિવસ પહેલા
ભાજપની રેલીમાં ટ્રાફિકજામ થતાં લોકો રોષે ભરાયા.
 • રેલીને કારણે અનેક અમદાવાદીઓ ભીડમાં અટવાયા, એમ્બ્યુલન્સ ફસાઈ, ઠેરઠેર ટ્રાફિક જામ
 • અમદાવાદમાં ભાજપની રેલીમાં રામમંદિર, 370 કલમ નાબુદી, CAA બિલ અને એક દેશ એક બંધારણનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં
 • ભાજપના કાર્યકર્તાઓને ખેડૂતના વેશમાં હાથી અને ઘોડા પર બેસાડવામાં આવ્યા
 • અમદાવાદમાં મહિલા કાર્યકરોએ પાટીલના સ્વાગત માટે સાફો પહેર્યો

રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 21મીથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની આ ચૂંટણી માટેની અંતિમ રેલી શહેરમાં નીકળી છે. ત્યારે પીક અવર્સ દરમિયાન નીકળેલી રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો અને અનેક અમદાવાદીઓ ટ્રાફિકમાં ફસાઈ ગયાં હતાં. શહેરમાં અસારવામાં ભાજપની રેલીમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતાં દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, બીજી તરફ AMTSની બસે ડિવાઈડર કૂદાવવું પડ્યું હતું. સી.આર.પાટીલની રેલી ખાડિયા પહોંચતાં જ ખાડિયામાં ભાજપના કાર્યકરોએ ગરબા કર્યાં હતાં. ખાડિયા પહોંચતા જ ભાજપના પ્રદેશ પ્રમુખની રેલી પૂર્ણ થઈ હતી.

ખાડિયા પહોંચેલી રેલીના સ્વાગત માટે ભાજપના કાર્યકરો ગરબા રમ્યા
ખાડિયા પહોંચેલી રેલીના સ્વાગત માટે ભાજપના કાર્યકરો ગરબા રમ્યા

મોટા ભાગના વોર્ડમાં આજે રેલી ઉપરાંત ભાજપની રેલીને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હજી ભાજપની રેલી શરૂ થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં શાહીબાગ નમસ્તે સર્કલ પાસે મોટો ટ્રાફિક જામ થયો હતો. લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. શાહીબાગ વોર્ડની રેલીમાં ભાજપના કાર્યકરો બાઇકો પર માસ્ક વગર અને હેલ્મેટ વગર આવ્યા હતા. નમસ્તે સર્કલથી દિલ્લી દરવાજા , દરિયાપુર દરવાજા, પ્રેમદરવાજા, કાલુપુર ચાર રસ્તા, કાલુપુર રેલવે સ્ટેશન સહિત કોટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહેતો હોય છે ત્યારે રેલીના કારણે ભારે ટ્રાફિક સમસ્યામાં મુકાયા છે. અસારવામાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને સી.આર.પાટીલનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપની રેલીમાં નમસ્તે સર્કલ પાસે ટ્રાફિક જામ થતાં અમદાવાદીઓ ફસાયા
ભાજપની રેલીમાં નમસ્તે સર્કલ પાસે ટ્રાફિક જામ થતાં અમદાવાદીઓ ફસાયા

રેલીમાં વાહનો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા
અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કોરાણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરુઆત કરી દીધી છે. નમસ્તે સર્કલ પાસે સી.આર.પાટીલનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શાહિબાગમાં પ્રદેશ પ્રમુખનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું
શાહિબાગમાં પ્રદેશ પ્રમુખનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું

ભાજપની રેલીમાં કાર્યકર્તાઓ હાથી ઘોડા પર સવાર થયા
અમદાવાદમાં આજે પ્રચારના છેલ્લા દિવસે નીકળેલી ભાજપની રેલીમાં કાર્યકર્તાઓ હાથી અને ઘોડા પર બેસીને પ્રચાર કરવા નીકળ્યાં હતાં. તે ઉપરાંત શહેરમાં ખેડૂતના વેશમાં કાર્યકર્તાઓને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ત્યારે કાર્યકરો અને આગેવાનો મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. અવનવા પ્રકારે હાલમાં ભાજપમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

મહિલા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે સાફો પહેર્યો
મહિલા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે સાફો પહેર્યો

ભાજપના મહિલા અને પુરુષ કાર્યકરોએ સાફા પહેર્યા
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ છેલ્લી ઘડીના પ્રચાર માટે અમદાવાદમાં લોકસંપર્ક કરી રહ્યાં છે. ત્યારે શહેરના અસારવા સહિતના વિસ્તારોમાં પાટીલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યાં છે. ભાજપના મહિલા અને પુરુષ કાર્યકરોએ પાર્ટીના અધ્યક્ષના સ્વાગતની મોટી તૈયારી કરી છે. લોકોને આકર્ષવા માટે મહિલાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. એટલે કે પાટીલના સ્વાગત માટે કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે.

પાટીલની રેલીમાં ભીડ ઉમટી
પાટીલની રેલીમાં ભીડ ઉમટી

ભાજપને પેનલો તૂટવાનો ભય
ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. અહીં ઓવેસીની પાર્ટી પેનલ તોડે તેવા અણસાર છે.

370ની કલમ નાબુદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો બન્યો
370ની કલમ નાબુદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો બન્યો

ઓવૈસીની કોંગ્રેસ સાથેની ટક્કર ભાજપમાં ફાયદાકારક
આ વખતની ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય જમાલપુર વોર્ડમાં આવે છે, જ્યાંથી કોંગ્રેસ, ભાજપ સિવાય ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જોકે આ વખતે ઓવૈસીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે. તો જો આ શક્ય બને તો ભાજપની ઘણા સમયથી પોતાના કાર્યાલયના વોર્ડ પરથી જીત મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે જે જગ્યા પર કોંગ્રેસનું કાર્યાલય છે એ જગ્યાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં કોઈ કમી રાખી નથી અને પાર્ટી પણ 3 દાયકાની હારને આ વખતે જીતમાં ફેરવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે.

ભાજપે રામમંદિર અને હિન્દુત્વના નામે મત માંગવાનું શરુ કર્યું
ભાજપે રામમંદિર અને હિન્દુત્વના નામે મત માંગવાનું શરુ કર્યું

ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ સર્વેમાં બહાર આવી છે. 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે, કેમ કે આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો