જામી પટેલ-પાટીલની જોડી:ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલનો ‘આપ’ને ટોણો મારી કહ્યું- ગાજ્યા મેઘ વરસ્યા નહીં, કોંગ્રેસનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીત બાદ સી.આર.પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કમલમમાં પત્રકાર પરિષદ યોજી હતી - Divya Bhaskar
જીત બાદ સી.આર.પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કમલમમાં પત્રકાર પરિષદ યોજી હતી
  • ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથીઃ પાટીલ
  • આપ સામે પાટીલનો કટાક્ષ ગાજ્યા મેઘ વરસ્યા નહીં

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ત્યારે ભાજપે વિજયોત્સવ ઉજવવા કમલમ પર તૈયારીઓ શરૂ કરી છે. ભાજપના કમલમ કાર્યાલય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકારો સાથે વાત કરી હતી.

પાટીલનો ‘આપ’ સામે કટાક્ષ, ગાજ્યા મેઘ વરસ્યા નહીં
ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ કોરોનાકાળમાં લોકો સાથે સંપર્ક જાળવ્યો અને નાની મોટી તકલીફોમાં તેમની સાથે રહ્યાં જેના કારણે ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં ગયા વખતે પણ ભાજપ પાસે 17 અને કોંગ્રેસ પાસે 15 બેઠકો હતી. પણ આજે ભાજપ 41 બેઠકો સાથે વિજયી થઈ છે. કોંગ્રેસને માત્ર બે જ સીટ મળી છે. તેમણે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જે લોકો બહુ ગાજ્યા હતાં તેઓ વરસ્યા નહીં. એમને માત્ર એક જ સીટ મળી છે. ગુજરાતની પ્રજાએ તેમને રીજેક્ટ કર્યાં છે. આ પરિણામ જણાવે છે કે રાજ્યની જનતા વડાપ્રધાન મોદી પર વિશ્વાસ કરે છે. પાટીલે પત્રકારોને જણાવ્યું કે ગુજરાતની જનતાએ નવનીયુક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેને જંગી વિજય અપાવી વધાવ્યા છે. તેમણે ત્રીજા મોરચા પર કટાક્ષ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઇ જ જગ્યા નથી. ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ થકી દેશનું હિત કયાં છે તે ગુજરાતના મતદારો ખૂબ સારી રીતે જાણે છે

જીત મળતાં ભાજપના કાર્યકરોએ ઉત્સવ મનાવ્યો હતો
જીત મળતાં ભાજપના કાર્યકરોએ ઉત્સવ મનાવ્યો હતો

ગાંધીનગર સહિતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે. તારીખ 03 ઓક્ટોબરના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણી અંતર્ગત 128 બેઠકો માંથી 103 બેઠક ભાજપના ફાળે ગઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની 44 માંથી 41 બેઠક,થરા નગર પાલિકાની 24 માંથી 20 બેઠક,ઓખા નગરપાલિકાની 36 માંથી 34 બેઠક તેમજ ભાણવડ નગર પાલિકામાં 08 બેઠક પર ભાજપનો વિજય થયો છે. પેટા ચૂંટણીમાં જોવા જઇએ તો મહાનગર પાલિકાની 03 માંથી 02 બેઠક, જિલ્લા પંચાયતમાં 08 માંથી 05 બેઠક તાલુકા પંચાયતમાં 45 માંથી 28 બેઠક અને નગરપાલિકાની 45 માંથી 37 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ કુલ 232 બેઠકો પૈકી 229 બેઠકોના જાહેર થયેલ પરિણામોમાં ભાજપાને 175 બેઠકો પ્રાપ્ત થઇ છે.

પાટીલે મુખ્યમંત્રીને કહ્યું, ત્રણ સીટ ઓછી કેમ આવી?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભાજપના અમારા પ્રમુખ સી.આર.પાટીલ અમને એવું કહેતા હતા કે આ ત્રણ સીટ ઓછી કેમ આવી. હવે તેમણે 182 સીટો મેળવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમે ગાંધીનગરમાં મતદાનના આગળના દિવસે રેલી કરી ત્યારે મેં કહ્યું હતું કે ભાજપ ઈલેક્શન લક્ષી કામ કરવા વાળી પાર્ટી નથી. પરંતુ હર હંમેશ તાલમેલથી કામ કરતી પાર્ટી છે. હું હંમેશા કાર્યકર્તાઓને કહું છું કે સમગ્ર દેશમાં ભાજપનું શાશન હશે તો કાર્યકરના ભાગમાં કામ નહીં આવે એવું ક્યારેય નહીં બને. એ લોકોએ પ્રજાની વચ્ચે રહીને કામ તો કરવું જ પડશે. સરકારનો કોઇ પણ પ્રતિનિધી એ સર્વપ્રથમ કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટી કયારેય પણ ચૂંટણીલક્ષી રાજકારણમાં વિશ્વાસ કરતી નથી તે હરહંમેશ પ્રજાની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃતિ કરવામાં વિશ્વાસ કરે છે.

10 વર્ષમાં પહેલીવાર ભાજપને બહુમતી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ તેમાં પાસ થયા છે. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.