તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂસિવ:મહાનગરપાલિકાના મુરતિયાને ભાજપના ધારાસભ્યોએ ખભે બેસાડી જીતાડવા પડશે નહીં તો વિધાનસભાની ટિકિટમાં નુકશાન!

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ટિકિટની ફાળવણી કરતાં પહેલા સ્થાનિક ધારાસભ્યને વિશ્વાસમાં લઈને ખાસ ટાસ્ક પણ આપ્યો છે

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કઠોર નિર્ણયો સાથે ટિકિટની ફાળવણી કરી છે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, દરેક મહાનગરપાલિકાની ટિકિટ નક્કી કરવામાં સ્થાનિક ધારાસભ્યને સંપૂર્ણ વિશ્વાસમાં લેવાની સાથે ધારાસભ્યોની જવાબદારી પણ નક્કી કરી હોવાનું જાણવા મળ્યું છે. જે વોર્ડમાં પેનલ હારે તો વિધાનસભાની ટિકિટમાં તેના નેગેટિવ પોઇન્ટ ગણાશે,

2022ની ચૂંટણી માટે ટિકિટની દાવેદારી કટ થશે
ભાજપના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મહાનગરોની નવી પેનલને જીતાડવા ભાજપે જે તે ધારાસભ્યને એ શરતે જવાબદારી સોંપી છે. શરત નક્કી કરાઈ છે કે જે ધારાસભ્યના વિસ્તારની પેનલ હારશે તો જવાબદારી ફિક્સ ગણી જે તે ધારાસભ્યની પોતાની ટિકિટની દાવેદારી ‘કટ’ થશે.

ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલની ફાઈલ તસવીર
ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલની ફાઈલ તસવીર

ભાજપમાં કઠોર નિયમોથી સિનિયર નેતાઓ ઘરભેગા થયા છે
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ટિકિટોની વહેંચણી બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ટિકિટ મેળવવા માટે આખરી ઘડીએ પાર્લામેન્ટ્રી બોર્ડે નક્કી કરેલા કઠોર નિયમોને કારણે કેટલાય સિનિયર નેતાઓ ઘર ભેગા થઈ ગયા છે, જેના કારણે અસંતોષ ભભૂક્યો છે. અસંતોષને કારણે વિપરીત પરિણામ આવે તેવા ડરથી ભાજપે અત્યારથી મહાનગરપાલિકાના ઉમેદવારોની પેનલ જીતાડવા ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. એટલું જ નહીં પેનલ હારી જશે તો જે તે ધારાસભ્યની જવાબદારી ફિક્સ કરાશે અને તેમની ધારાસભાની ટિકિટની દાવેદારી પણ જશે એવો કઠોર નિર્ણય પક્ષે કરતા ધારાસભ્યો પણ જોરશોરથી કામે લાગી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો