તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાજપના સંગઠનની જાહેરાત ટૂંકમાં, ઘણાં ચહેરાઓ બદલાશે, ઉત્તર ગુજરાતના શંકર ચૌધરી ફરી મહામંત્રી બને તેવી ચર્ચા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતા જ સંગઠનમાં રહેશે તેવી અટકળો

ગુજરાત ભાજપમાં પ્રદેશ સંગઠનની નિમણૂકનો નિવેડો હવે જલ્દી આવશે તેવું પક્ષના સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ તરીકે સંગઠનમાં બિન પાટીદાર એવા શંકર ચૌધરી ફરી એકવાર મહામંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદી સાથેની નિકટતા તેમને પાર્ટીમાં મહત્ત્વનું પદ અપાવી શકે છે. આ ઉપરાંત જો સંઘની ભૂમિકા મહત્ત્વની રહે તો ભૂતપૂર્વ ગૃહમંત્રી રજની પટેલનું નામ પણ મહામંત્રી પદે ચર્ચાય છે.

સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષમાંથી મહામંત્રી તરીકે મુકાય શકે છે, પરંતુ આ કિસ્સામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિશ્વાસુ ધનસુખ ભંડેરી પણ સ્પર્ધામાં ગણાય છે. અહીં પાટીદાર ચહેરો મહામંત્રી તરીકે આવે તેવું જોવાય છે. મધ્ય ગુજરાતમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટને સ્થાને ભાર્ગવ ભટ્ટને સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘ પરિવાર સાથે જોડાણ ધરાવતાં લોકોને વધુ મહત્ત્વ મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો