તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મહાનગરપાલિકાનું પરિણામ:ભાજપને 135થી વધુ બેઠક મળવાનો આશાવાદ, સ્ટેડિયમ અને ચાંદખેડા વોર્ડમાં ભાજપ 2-2 બેઠક ગુમાવે તેવી શક્યતા

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત કોલેજમાં મત ગણતરી માટેની તૈયારી કરવામાં આવી - Divya Bhaskar
ગુજરાત કોલેજમાં મત ગણતરી માટેની તૈયારી કરવામાં આવી
 • વોર્ડના વિવિધ બુથમાં થયેલા મતદાનના આંકડાની માહિતીની સમીક્ષા પછી પક્ષમાં બાંધવામાં આવેલો આંતરિક વર્તારો
 • રખિયાલમાં ‘આપ’નું અને જમાલપુરમાં ઓવૈસીના પક્ષનું ખાતું ખૂલી શકે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 191 બેઠકોની મત ગણતરી મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. સૌથી પહેલાં બેલેટ પેપરની મત ગણાશે અને એ પછી ઈવીઅેમ ખુલશે. આ વર્ષની ચૂંટણીમાં 2015 કરતાં 4 ટકા જેટલું મતદાન ઓછું થયું છે. પરંતુ મતદાન ઓછું થવા પાછળ શાસક પક્ષ ભાજપ સામેનો વિરોધ જવાબદાર નહીં હોવાનું મનાઈ રહ્યું છે. કોરોનાને કારણે મતદાન ઓછું થયું છે. ભાજપ સૂત્રોનો આશાવાદ છે કે, પક્ષને 135થી વધુ બેઠક મળશે. 2015માં ભાજપે 141 બેઠક મેળવી હતી.

સૂત્રોએ વોર્ડ મુજબ પક્ષને મળનારી બેઠકોનું જે ગણિત માંડ્યું છે તે 148 બેઠક સુધી પહોંચે છે. તેમના અંદાજ મુજબ ઓછા મતદાન છતાં પક્ષને 140થી 152 વચ્ચે બેઠક મળી શકે છે. ચૂંટણીના તમામ પરિબળોની સમીક્ષા કર્યા પછી અને વોર્ડના વિવિધ બુથમાં થયેલા મતદાનના આંકડાની માહિતી મેળવ્યા પછી આ અંદાજ બાંધવામાં આવ્યો છે. પક્ષનું માનવું છે કે, ઓછા મતદાનથી નુકસાનની શક્યતા નથી. જો કે, આપ અને ઓવૈસીનું ખાતું ખૂલી શકે છે. ઓવૈસીને જમાલપુરમાં એક જ્યારે આપને રખિયાલમાં એક સીટ મળી શકે છે.

2015 કરતાં પણ વધુ બેઠકોનો દાવો
48માંથી 28 વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બનવાની સંભાવના

વોર્ડબેઠક
ગોતા4
ચાંદલોડિયા4
ચાંદખેડા2
સાબરમતી2.00
રાણીપ4
નવા વાડજ3
ઘાટલોડિયા4
થલતેજ4
નારણપુરા4
સ્ટેડિયમ2
સરદારનગર2
નરોડા4
સૈજપુર4
કુબેરનગર3
અસારવા4
શાહીબાગ4
શાહપુર2
નવરંગપુરા4
બોડકદેવ4
જોધપુર4
દરિયાપુર1
ઈન્ડિયાકોલોની4
ઠક્કરનગર4
નિકોલ4
વિરાટનગર4
બાપુનગર4
સરસપુર3
ખાડિયા4
જમાલપુર0
પાલડી4
વાસણા4
વેજલપુર4
સરખેજ2
મક્તમપુરા0
બહેરામપુરા0
દાણીલીમડા0
મણિનગર4
ગોમતીપુર0
અમરાઈવાડી2
ઓઢવ4
વસ્ત્રાલ4
ઈન્દ્રપુરી4
ભાઈપુરા3
ખોખરા4
ઈસનપુર4
લાંભા2
વટવા4
રામોલ3

​​​​​​​નોંધઃ પક્ષના સૂત્રોએ વોર્ડ મુજબ માંડેલી ગણતરીને આધારે બેઠકો મૂકી છે.

અહીં મત ગણતરી થશે​​​​​​​
ગુજરાત કોલેજ 24 વોર્ડ - દાણીલીમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, સરખેજ, નવાવાડજ, નારણપુરા, સ્ટેડિયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, નિકોલ, વિરાટનગર, ઓઢવ, જોધપુર, વેજલપુર.

એલ.ડી.એન્જિનિયરિંગ 24 વોર્ડ - સરદારનગર, નરોડા, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, બહેરામપુરા, સૈજપુર, ઇન્ડિયા કોલોની, કુબેરનગર, બાપુનગર, સરસપુર, ઠક્કરનગર, મકતમપુરા, બોડકદેવ, પાલડી, વાસણા, થલેતેજ, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, લાંભા, વટવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો