મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે, લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે હાર્દિક પટેલ એક મંચ પર દેખાયા

13 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 7 મે, વૈશાખ સુદ-છઠ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે, સુરતમાં વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં હાજરી આપશે.

2) જામનગરમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યંમત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

3) કેવડિયા ખાતે યોજાયેલ ત્રણ દિવસીય આરોગ્ય ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગ્રીષ્માની શ્રદ્ધાંજલિ સભા:‘તેરી લાડકી...’ ગીત ગાતા જ પિતરાઈ બહેનોના ગળે ડૂમો ભરાયો, ભાવુક થઈ ગ્રીષ્માના પિતાને બાથભરીને રડી પડી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં થઈ હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.5મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને શુક્રવારે ગ્રીષ્મા વેકરિયાને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રીષ્માની બહેનોએ તેરી લાડકી ગીત ગાતા જ પોતાના આંસુ રોકી શકી નહોતી અને ધ્રુસકે ધ્રુસકે રડતા પિતાને બાથ ભરી તે વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

વાંચો સમાચાર વિગતે

2) ભાજપના નેતાઓ સાથે હાર્દિકની હાજરી:જામનગરમાં લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે એક મંચ પર દેખાયા, રાજકીય અટકળો તેજ બની

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કૉંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની વચ્ચે ગુરુવારે જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળતા હાર્દિક ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે. જામનગરમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે મળી લોકડાયરામાં રૂપિયા પણ ઉડાવતા જોવા મળ્યા હતા. જો કે, હાર્દિકે મિત્રતાના દાવે અહીં હાજરી આપી હોવાની વાત કરી ભાજપમાં જોડાવાની વાત અફવા હોવાનું કહ્યું હતું.

વાંચો સમાચાર વિગતે

3) ફેનિલ હવે કેદી નંબર 2231:ગ્રીષ્માના હત્યારાને ફાંસીના માચડે ન લટકાવાય ત્યાં સુધી લાજપોર જેલમાં રખાશે

સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં હત્યારા ફેનિલને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને પાક્કા કામના કેદી તરીકેનો નંબર ફાળવવામાં આવ્યો હતો. ફેનિલને લાજપોર જેલમાંથી કેદી નંબર 2231 ફાળવવામાં આવ્યો છે, સાથે જ કેદીનાં કપડાં પણ આપવામાં આવ્યાં છે.

વાંચો સમાચાર વિગતે

4) ભાજપ નેતા તજિન્દર બગ્ગાની ધરપકડ: ભાજપના નેતાને લઈને પરત ફરી દિલ્હી પોલીસ; આપની ઓફિસની બહાર ભાજપનો જોરદાર વિરોધ પ્રદર્શન

દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગાને હરિયાણા પોલીસે દિલ્હી પોલીસને સોંપી દીધા છે. દિલ્હી પોલીસ બગ્ગાને લઈને દિલ્હી પહોંચી હતી. બગ્ગાની પંજાબ પોલીસે શુક્રવાર સવારે દિલ્હીથી ધરપકડ કરી હતી. બગ્ગાને મોહાલી કોર્ટમાં રજૂ કરવા માટે પંજાબ લઈ જવાઈ રહ્યાં હતા. અધવચ્ચે જ પંજાબ પોલીસની ગાડીને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં રોકી. તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર જોરદાર પ્રદર્શન કરી રહ્યાં હતા. ત્યાં પોલીસે બેરીકેડ્સ લગાવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ બેરીકેડ્સ તોડીને આપની ઓફિસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા બગ્ગાને સાથે લઈ જવાના વિરોધમાં પંજાબ સરકારે હાઈકોર્ટમાં પિટીશન કરી છે. સુનાવણી દરમિયાન પંજાબ સરકારે માગ કરી કે બગ્ગાને દિલ્હી જવાથી રોકવામાં આવે. તેને હરિયાણામાં જ રાખવામાં આવે. હાઈકોર્ટે તેમની આ માગ ફગાવી દીધી છે. દિલ્હી અને હરિયાણા પોલીસે પંજાબ પોલીસના કોઈ પણ અધિકારીને ડિટેન કરવાનો ઈનકાર કર્યો છે.

વાંચો સમાચાર વિગતે

5) જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: ટીમ વારાણસી પહોંચ્તા જ હર હર મહાદેવ અને અલ્લાહ હૂ અકબરના નારા લાગ્યા

વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપીમાં વીડિયોગ્રાફી અને સર્વે માટે એડવોકેટ કમિશ્નર અનિલ કુમાર મિશ્રા અને વાદી પક્ષના 18 લોકો જ્ઞાનવાપી પહોંચી ગયા છે. સર્વે શરૂ થઈ ગયો છે. આ પહેલા ટીમ જ્યારે પહોંચી ત્યારે કેટલાંક યુવકોએ હર હર મહાદેવના ઉદ્ઘોષ કર્યા હતા. જેને લઈને કેટલાંક મુસ્લિમ યુવકોએ પણ અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા હતા. હાલ સુરક્ષા વ્યવસ્થાની સઘન વ્યવસ્થા કરાઈ છે.અરજી કરનારી પાંચ મહિલાઓના વકીલે જણાવ્યું કે સર્વે ત્રણ દિવસમાં પૂરો થાય તેવી સંભાવના છે. કોર્ટના આદેશમાં આખા પરિસરના સર્વેનો આદેશ છે. જેમાં સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદ પરિસર અને શૃંગાર ગૌરી સમાહિત છે. એવામાં આટલા મોટા એરિયાના સર્વેમાં ત્રણ દિવસનો સમયો લાગી શકે છે અને આ સર્વે રવિવાર સુધીમાં પૂરો થાય તેવી શક્યતા છે.

વાંચો સમાચાર વિગતે

6) અમિત શાહ બંગાળના પ્રવાસે: ગૃહમંત્રીએ કહ્યું- TMC સરકારમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ ગઈ; કાર્યકરની હત્યા કરી, તેનાં દાદીને પણ માર માર્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની કોલકાતા મુલાકાતના થોડા જ કલાકો પહેલાં, ભાજપના કાર્યકરનો મૃતદેહ તેના ઘરની નજીક એક નિર્જન બિલ્ડીંગમાં લટકતો મળી આવ્યો હતો. મૃતક અર્જુન ચૌરસિયા ઉત્તર કોલકાતામાં રહેતા હતા અને ભારતીય જનતા યુવા મોરચાના મંડળ ઉપાધ્યક્ષ હતા. અમિત શાહના સ્વાગત માટે તેમને બાઇક રેલીની આગેવાની કરવાની હતી.અમિત શાહ આજે બપોરે અર્જુન ચોરસિયાના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવારની સાથે મુલાકાત કરી હતી. શાહે કહ્યું હતુ કે, આ રાજકીય હત્યા છે. બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા થઈ રહી છે. આરોપીઓને કડક સજા આપવામાં આવશે. TMC સરકારે પોતાના કાર્યકાળના એક વર્ષ પુરા કરી લીધી છે. આજથી રાજ્યમાં રાજકીય હત્યાઓ શરુ થઈ ગઈ છે. તેના દાદીની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ભાજપે આ ઘટનાની CBI તપાસની માંગ કરી છે.

વાંચો સમાચાર વિગતે

7) ગેરકાયદે ખનન મામલે EDના દરોડા:ઝારખંડના IAS પૂજા સિંઘલ અને તેમના CAના ઘરેથી 25 કરોડની કેશ મળી, ગણવા માટે મશીનની મદદ લેવાઈ

ગેરકાયદેસર ખાણકામ મામલે ઈડીએ શુક્રવારે સવારે આશરે 5 વાગે દેશભરમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ઝારખંડના સીનિયર IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેમની સાથે જોડાયેલા નજીકના વ્યક્તિઓના 20 ઠેકાણાઓ પર કરવામાં આવી છે. ઓફિસરના નજીકના CAના ઘરથી 25 કરોડ રુપિયા રોકડા મળવાના સમાચાર છે. ઈડી નોટ ગણનારા મશીનથી કેશ ગણી રહી છે. જોકે, ઈડી તરફથી કેશ મળવાની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે એક સાથે ઝારખંડના રાંચી, ધનબાદ, ખૂંટી, રાજસ્થાનના જયપુર, હરિયાણાના ફરીદાબાદ અને ગુરુગ્રામ, પશ્ચિમબંગાળના કોલકાતા, બિહારના મુઝફ્ફરપુર અને દિલ્હી-NCRમાં દરોડા પાડ્યા છે. ભાસ્કરે પૂજા સિંઘલને તેમનું નિવેદન લેવા મોબાઈલ પર સંપર્ક કર્યો પણ તેમણે ઉપાડ્યો નહીં.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ફેનિલને ફાંસી થતાં હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી કહ્યું, માતા-પિતાને આપેલો વાયદો પૂર્ણ થયો

2) લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ:જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના કાર્યક્રમમાં એટલા રૂપિયા ઊડ્યા કે ગણવાવાળા થાકી ગયા!

3) કેદારનાથના દ્વાર ખુલ્યા, કોરોનાના યુગમાં ભક્તો પહેલીવાર બાબાના દર્શન કરી રહ્યા છે

4) WHOએ કહ્યું-ભારતમાં કોરોનામાં 4.8 લાખ નહીં, 47 લાખ લોકોએ જીવ ગુમાવ્યો, રાહુલે કહ્યું- વિજ્ઞાન ખોટું ના બોલે

5) 48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત 18 જિલ્લામાં યેલો એલર્ટ, NDRFની 17 અને ODRAFની 20 ટીમ તહેનાત

6) આરબીઆઈ વ્યાજદરોમાં વધુ 0.75 ટકાનો વધારો કરી શકેે, બિઝનેસ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર થશે

7)ચીનમાં કોરોનાના પ્રકોપના કારણે એશિયન ગેમ્સની તારીખોમાં ફેરફાર થશે; 10-25 સપ્ટેમ્બર સુધી થવાનું હતું આયોજન

8) ગેંગરેપની ફરિયાદ કરવા ગયેલી સગીરા પર પોલીસે રેપ કર્યો, રિતેશ દેશમુખે ગુસ્સામાં કહ્યું- આવા લોકોને જાહેરમાં ફટકારો

આજનો ઈતિહાસ
દેશના સાહિત્ય જગતમાં 7 મેનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો છે. 1861માં આજના દિવસે જ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો, જેમને એક કવિ, લઘુ કથા લેખક, ગીતકાર, સંગીતકાર, નાટ્યકાર, નિબંધ લેખક અને ચિત્રકાર તરીકે ઈતિહાસમાં એક યુગ પુરુષનો દરજ્જો મળ્યો છે.

અને આજનો સુવિચાર
રોજેરોજ સારું કામ કરો, સમય આવ્યે એનું પરિણામ જરૂર મળશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...