તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો આક્ષેપ:ભાજપના નેતાઓ પાસે નહેરુ અને ગાંધી પરિવાર સિવાય બીજા કોઈનું નામ લેવા માટે છે જ નહીં, તેમની પાસે પોતાનો કોઈ હિરો નથી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ સરકારની ટીકાઓ કરી - Divya Bhaskar
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ સરકારની ટીકાઓ કરી
  • અત્યાર સુધીની સરકારોએ ભારતને બનાવવાનું કામ કર્યું, સાડા સાત વર્ષ વાળી સરકાર દેશ વેચી રહી છે.
  • કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ અમદાવાદમાં કેન્દ્ર સરકારની આકરી ટીકાઓ કરી

કેવડિયા ખાતે ભાજપની કારોબારીની બેઠક ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા આજે અમદાવાદ આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સરકારની આકરી ટીકાઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશ એવા વળાંક પર આવીને ઉભો છે કે હવે નહીં જાગીએ તો દેશ બરબાદ થઈ જશે. અત્યાર સુધીની સરકારોએ ભારત બનાવવાનું કામ કર્યું, સાડા સાત વર્ષ વાળી સરકાર દેશ વેચી રહી છે.

ભાજપ દિવસ રાત નહેરુજીના નામનો ઉપયોગ કરે છે
પવન ખેરાએ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના ગાંધી સરનેમના ઉપયોગ અંગેની ટિપ્પણી પર વળતો જવાબ આપ્યો હતો. આ એવી સરકાર છે જે દિવસ રાત નહેરુજીના નામનો ઉપયોગ કરે છે.એમની પાસે કોઈનું નામ લેવા માટે છે નહીં. અમે તો ના ગુજરાતની કે કેન્દ્રની વાત કરી અમારે શું ચિંતા, તમારું કોણ હતું, ભગતસિંહ, ચંદ્રશેખર કે ગાંધીજી હતા કહોને. ભાજપે સૌથી ઉંચી પ્રતિમા પણ કોંગ્રેસના નેતા સરદાર પટેલની મુકવી પડી. ભાજપ પાસે પોતાના કોઈ હીરો છે જ નહીં, કોંગ્રેસના હીરો ઉછીના લીધા છે.હવે સુધરી જાઓ કામ કરો નહીં તો દેખાશો નહીં.

દેશમાં એરપોર્ટ, પોર્ટસ જેવા સંશાધનો કોંગ્રેસે ઉભા કર્યાં છે
દેશમાં એરપોર્ટ, પોર્ટ્સ. વીજ ઉત્પાદન સ્ટેશન વગેરે જેવા સંશાધનો કોંગ્રેસે બનાવ્યાં છે. ખેડૂતો,મોંઘવારી અને અન્ય મુદ્દાઓ છે જેના વિશે અમે વાત કરી રહ્યા છે.સાત વર્ષ પહેલાં કેટલી બચત થતી હતી અને હાલ કેટલી થાય છે, તે જાણનાર ભાજપને મત નહીં આપે. નાના વેપારી બરબાદ થયા છે, મધ્યમવર્ગના લોકો મુશ્કેલીમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે 23 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, તો એ 23 લાખ કરોડ ક્યાં ગયા? રેલવે, FCIના ગોડાઉન, રોડ, પોર્ટ, એરપોર્ટ વેચવા નીકળ્યા છો?

એક પેઢીને બરબાદ કરવાવાળી સરકારને રોકવી આવશ્યક
પવન ખેરાએ કહ્યું હતું કે, આપણા પૈસાથી આપણી મિલકતો કેટલાક લોકો ખરીદશે. દેશના લોકોને લૂંટીને માત્ર બે ત્રણ લોકો મોદીજીના મિત્રો કમાણી કરશે. દેશમાં ક્લિયરન્સ સેલ લાગ્યો હોય તેવું વાતાવરણ છે. એક પેઢીને બરબાદ કરવાવાળી સરકારને રોકવી આવશ્યક છે. ભાજપ ક્યારેય સામાજિક ગઠબંધન નહીં કરે. ભાજપ હંમેશા હિન્દૂ- મુસ્લિમ કરે છે. કોંગ્રેસ હંમેશા સામાજિક ગઠબંધન કરીને આગળ વધે છે. કોંગ્રેસ પાર્ટી માને છે કે દેશ બધા ધર્મોના લોકો માટે છે. પાર્ટી બધા લોકો માટે વિચારશે અને દેશની સંસ્કૃતિ બધા માટે કામ કરશે. જ્ઞાતિવાદ આજે મુદ્દો નથી. મુદ્દો છે દેશની સમસ્યાઓનો.

45 વર્ષનો બેરોજગરીનો રેકોર્ડ કેમ તૂટ્યો તેનો જવાબ આપો
પવન ખેરાએ કહ્યું હતું કે, પુલવામામાં આતંકવાદ ન હતો RDX કેવી રીતે પુલવામામાં કેવી રીતે પહોંચ્યો તેનો સરકાર જવાબ આપે. દરેક વાતમાં થેન્ક યૂ મોદીજી કેવી રીતે હોય. કોરોનામાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા. સ્મશાનની બહાર પણ થેન્ક યૂ મોદીજીના બોર્ડ લગાવો. અમે પાપના ભાગીદાર નહિ બનીએ, અમે અવાજ ઉઠાવતા રહીશું. અમારી સરકારે પણ ભૂલ કરી છે, પણ નિયાતમાં ખોટ ન હતી. 45 વર્ષનો બેરોજગરીનો રેકોર્ડ કેમ તૂટ્યો તેનો જવાબ માગવો પડશે. 60 લાખ કરોડ રૂપિયાનો સમાન 6 લાખ કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ વિચાર મત કેવી રીતે મળે તે માટેનો છે.વિશ્વની સૌથી આમિર રાજકીય પાર્ટી બનવા માટેનો આ વિચાર છે.

અન્ય સમાચારો પણ છે...