તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનું વિરોધ પ્રદર્શન:ભાજપના નેતાઓ રાહુલ ગાંધીનો વિરોધ કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા, સામસામે નારાબાજી, માહોલ ગરમાયો

અમદાવાદ12 દિવસ પહેલા
વિરોધ પ્રદર્શન કરતાં ભાજપની કાર્યકરોને પોલીસે ધક્કા મારી દૂર કરવા પડ્યા

અમદાવાદ પાલડી ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના વરિષ્ઠ નેતા અને સેંકડો કાર્યકરો પહોંચ્યા હતા. જ્યાં અનેક કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી નેતાઓ બહાર આવ્યા હતા અને સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતાં. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં પોલીસ બોલાવી પડી હતી.

વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર
કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે. જાડેજા ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ તેમજ ભાજપના કાર્યકરો રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ઘસી ગયા હતા. રાહુલ ગાંધીના નિવેદનને ભાજપના કાર્યકરો અને નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જ્યારે કેટલાક કાર્યકરોએ ગુજરાતને અન્યાય બંધ કરો... કોંગ્રેસવાલો શરમ કરો..., કોંગ્રેસની ગળથુથુંમાં કોંગ્રેસ વિરોધ... જેવા બેનર સાથે કાર્યકરો જોડાયા હતા.

ભાજપના કાર્યકરો સામે રાજીવગાંધી ભવને સામે સૂત્રોચ્ચાર કરતા કોંગી નેતાઓ
ભાજપના કાર્યકરો સામે રાજીવગાંધી ભવને સામે સૂત્રોચ્ચાર કરતા કોંગી નેતાઓ

ચાના બગીચા મામલે રાહુલે નિવેદન આપ્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે આસામના પ્રવાસમાં એક જાહેર સભાને સંબોધતા ગુજરાત અંગે એક નિવેદન આપ્યું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત આવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું કે આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપીશું. આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે.

સોશિયલ મિડિયામાં પોસ્ટ કરી રૂપાણીએ ગુજરાતનું અપમાન ગણાવ્યું
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે, આ નિવેદન ગુજરાતીઓ પ્રત્યે તેમની તથા કોંગ્રેસ પાર્ટીની નફરત દર્શાવે છે. આ ગુજરાતનું અપમાન છે. ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને તેનો જવાબ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો