અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં અનેક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગ દ્વારા કેટલીક ચોક્કસ નીતિ અને પ્રશ્નોના કારણે કોર્પોરેશનને કરોડોની આવક નથી થતી. જેથી વિભાગના પ્રશ્નોને લઈ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને પત્ર લખી વિવિધ પ્રશ્નો અંગે જાણ કરી હતી. કોર્પોરેશનના પ્લોટ અને જાહેરાતોનું સર્વેલન્સ કરવું જરૂરી છે તેમજ ઓલા ઉબર તેમજ સ્વીગી કંપનીઓ પણ લાયસન્સ ફી જનરેટ કરવા જણાવ્યું છે. જોકે ચેરમેન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતે પાર્કિંગ પ્લોટ આવેલા છે તેમાં કેટલાક પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો બેફામ રીતે કી ઉપર આવે છે. આ ઉપરાંત તેનું મોનિટરિંગ થતું નથી તે અંગે કોઈ પણ પ્રકારનો જાણ કરી નથી. તદ ઉપરાંત કેટલાક ઝોનના એસ્ટેટ અધિકારીઓ જે ગેરકાયદેસર બાંધકામો સામે પગલા લેતા નથી તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી નથી.
ક્યાં ક્યાં પ્રશ્નોની રજુઆત કરાઈ (1) એડર્વટાઈઝીંગનું સર્વેલન્સ થવું ખુબ જ જરૂરી છે. (2) 2014માં સર્વેલન્સની કામગીરી સોંપતા ચાર કરોડનો રેવન્યુ ફાયદો થયો પરંતુ હાલમાં સર્વેલન્સની કામગીરી 2016થી બંધ છે. (3) છેલ્લા ત્રણ વર્ષથી લાઈટના થાંભલા થી કિયોસની એડ થઈ નથી પરીણામે દર વર્ષે 9થી 10 કરોડનું નુકશાન થાય (4) સર્વેલન્સના કારણે ચોક્કસ પોલિસી બને અને મેક્સીમમ્ રેવન્યુ જનરેટ થાય તે માટેના પ્રયાસ માટે ચોક્કસ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ જેમકે, ગેન્ટ્રી, લાઈટના પોલ, ટેન્ડર સાઈ, પ્રાઈવેટ સાઈ વગેરે. (5) તેનું ઓડીટ પણ એનકોડના બદલે ગુજરાત ઈન્ફોમેટીક પેટ્રો લિમીટેડ દ્વારા થાય તે જરૂરી (6) ઓલા, ઉબર, સ્વીગી જેવી કંપનીઓને પણ લાઈસન્સ ફી જનરેટ કરવી જોઈએ. (7) કોર્પોરેશનના 4500 પ્લોટોમાં એડર્વટાઈઝ થાય તે માટેનો વિચાર કરવો જોઈએ. (8) એડર્વટાઈઝના ટેન્ડર એસ્ટેટ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થાય. હાલ અલગ-અલગ વિભાગ દ્વારા તેની કાર્યવાહી થાય છે. (9) કોર્પોરેશનના 4000 કરતા વધારે પ્લોટોનું આધુનિક ટેકનોલોજી (ડ્રોન) દ્વારા સર્વે થાય. (10) ટી.પી.વિભાગમાં સર્વેયર, ઈન્સપેક્ટર, સબ-ઈન્સપેક્ટરની જગ્યાએ ભરતી કરવી જેથી રેવન્યુ લોસ(બેટરમેન્ટ ચાર્જ, એફએસઆઈ, પ્લાન પાસ ખર્ચ) ઓછો થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.