તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મેળવવામાં કોંગ્રેસ કરતાં ‘આપ’ અને આપણા એટલે કે પક્ષના અસંતુષ્ટોની ચિંતા વધુ હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે, ભાજપના પ્રદેશ હાઇકમાન્ડ તરફથી પણ એ મુજબના કઠોર નિર્ણયો અને વ્યૂહરચના ગોઠવાઈ રહી હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષનો સફાયો કરીને વિધાનસભા પહેલાંની સેમિફાઇનલ પાર કરવાની દિશામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત સરકાર અને સંગઠનના આગેવાનો ચક્રવ્યૂહ ગોઠવી રહ્યા છે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ પક્ષ ઉપરાંત આમ આદમી પાર્ટીની પણ સૌથી મોટી ચિંતા વધારી રહ્યું છે, કેમ કે ભાજપની સ્ટ્રેટેજી પ્રમાણે કૉંગ્રેસને હરાવવી સરળ હતી, પરંતુ સાફ છબી ધરાવતી આમ આદમી પાર્ટી-'આપ' પણ મેદાનમાં ઊતરી છે.
પક્ષના જ કેટલાક અસંતુષ્ટો પરેશાની વધારી શકે છે
‘આપ‘ ના કેટલાક ઉમેદવાર પણ ભાજપને નુકસાન પહોંચાડે એવો ભય છે, તેથી ભાજપ પણ એવા ઉમેદવાર પસંદ કરવા લાગ્યો છે કે જે કૉંગ્રેસની સાથે આપને પણ ટક્કર આપી શકે. આ ઉપરાંત દર ચૂંટણીની જેમ ભાજપમાંથી ટિકિટ ના મળે તો પક્ષના જ કેટલાક અસંતુષ્ટો પણ પરેશાની વધારી શકે છે, ખાસ કરીને જીતની જીદમાં ભાજપ દ્વારા કેટલાક કૉંગ્રેસના આગેવાનોને પણ ભાજપના ઉમેદવાર બનાવવામાં આવે એવો ભય પક્ષના જ સ્થાનિક નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે જો કૉંગ્રેસના પેરાશૂટને ભાજપની ટિકિટ આપવામાં આવે તોપણ ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો ચૂંટણી દરમિયાન ચુપ થઈ જાય અથવા તો વિરોધમાં કામ કરે તો ભાજપને ફટકો પડી શકે એમ છે.
ભાજપને આમ આદમી પાર્ટીનો ડર સતાવી રહ્યો છે
જોકે ભાજપનાં ટોચનાં સૂત્રો કહે છે કે ભલે 2015માં પણ વિરોધી ફેકટર વચ્ચે તમામ મહાપાલિકાઓમાં ભાજપે વિજય મેળવ્યો હોય અને 2021ની પરિસ્થિતિ એનાથી પણ સારી હોવાનો પક્ષને વિશ્વાસ હોય, પણ હજુ ચિંતા છે કે પક્ષમાં જે રીતે ઉમેદવારોના માપદંડ નિશ્ચિંત થયા છે એમાં અનેક ખમતીધર સિનિયરને ટિકિટ આપી નથી. તેઓ ડેમેજ કરશે. બીજું, કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનો ડર છે, જે રીતે દિલ્હીમાં લોકોએ આમ આદમી પક્ષને સંગઠન કે સાધનો વગર પણ બે-બે વખત જિતાડ્યો અને કેજરીવાલએ વિજય આપી આરોગ્ય શિક્ષણનું જે રાજકારણ રમ્યું છે એ લોકો સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આ દાવ ખેલી શકે છે અને એ મુદ્દો હાલની મોંઘવારી અને વ્યાપાર-ધંધાવિહોણી સ્થિતિમાં લોકોને સ્પર્શી શકે છે.
આંતરિક વિખવાદને કારણે ભાજપ માટે વિપરીત પરિણામો આવી શકે
સૂત્રોએ કહ્યું હતું કે વર્ષ 2015ની સરખામણીએ આ વખતે ભાજપને સામાજિક પરિબળોનો સામનો કરવો પડે એવી સ્થિતિ નથી, પરંતુ સ્થાનિક પરિબળો અને પડકારો માટે મહેનત કરવી પડશે. ભાજપ મનપા ઉપરાંત 31 જિલ્લા પંચાયતોમાં પણ ક્લીન સ્વિપનું લક્ષ્યાંક રાખે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધ્યાન નહીં અપાય તો આ લક્ષ્ય પાર પડે તેમ નથી. કેટલીક નગરપાલિકાઓમાં પણ આંતરિક વિખવાદને કારણે ભાજપ માટે વિપરીત પરિણામો આવી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના સગાં-વહાલાને ટિકિટ આપવા માટે કરાયેલા પ્રયાસને કારણે કાર્યકરોમાં રોષ છે.
આમ આદમી પાર્ટી પર ભાજપની નજર
આમ આદમી પાર્ટીની ગણતરી પ્રત્યક્ષ રીતે હરીફ પાર્ટી તરીકે ન થતી હોય, પણ ભાજપ તેના પર નજર રાખી રહી છે. શહેરી વિસ્તારોમાં થોડી સંખ્યામાં પણ જો આપ અને અપક્ષો બેઠકો મેળવી લે તો ત્રિશંકુ પરિણામોના સંજોમાં તોડજોડની સ્થિતિ સર્જાઇ શકે છે. એનાથી વિપરીત ગ્રામ્ય વિસ્તારોમાં આપ, ઓવૈસીની AIMIMપાર્ટી અને અપક્ષો કોંગ્રેસના વોટ છીનવે એવી શક્યતા વધારે હોવાથી ભાજપ તેનો ફાયદો મેળવવા એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.