તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 112 ધારાસભ્યો સાથે બેઠક કરશે, આપ તમામ 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે, કોરોનાનો મૃત્યુઆંક 10 હજારને પાર

એક મહિનો પહેલા

નમસ્કાર!
આજથી દરેક પ્રકારની જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત બનશે, સોનાની ખરીદીમાં છેતરપિંડી અટકશે. અમદાવાદમાં ફોર વ્હીલર અને ટૂ વ્હીલર માટે પસંદગીનો નંબર મેળવવા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,551.5376.77
ડોલરરૂ.73.270

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,000-500

આ 3 ઘટના પર રહેશે નજર
1) ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવશે, સાંજે 4.30 કલાકે વિધાનસભા સંકુલમાં 112 ધારાસભ્યો સાથે બેઠક કરશે.
2) આજથી દરેક પ્રકારની જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત બનશે, સોનાની ખરીદીમાં છેતરપિંડી અટકશે.
3) કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી નહીં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે.
4) અમદાવાદમાં ફોર વ્હીલર અને ટૂ વ્હીલર માટે પસંદગીનો નંબર મેળવવા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે

1) દિલ્હી મોડલથી ગુજરાતમાં ચૂંટણી લડવા કેજરીવાલનો સંકેત, આમ આદમી પાર્ટી તમામ 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (આપ) નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વલ્લભસદનના હોલમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને વિધિવત ખેસ પહેરાવી કેજરીવાલે તેમનો વિધિવત આપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ સમયે તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની તમામ 182 સીટ પર આપ લડશે.
વાંચો સમાચાર વિગતવાર

2) 2 શહેર અને 3 જિલ્લામાં 6ના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10 હજારને પાર, 406 નવા કેસ સામે 1106 દર્દી સાજા થયા
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા છે. સતત 3 દિવસથી દૈનિક મૃત્યુઆંક સ્ટેબલ થયો છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 10 હજારને પાર થઈ10 હજાર 3 થયો છે. જ્યારે 405 નવા કેસ નોધાયા છે. તો 1 હજાર 106 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને 97.62 ટકા થયો છે. 6 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે એકેય જિલ્લા કે શહેરમાંથી 100થી વધુ કેસ નોંધાયા નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) કોરોનાની સેકન્ડ વેવમાં લોકો રેમડેસિવિર માટે વલખાં મારતા, સરકાર કહે છે- દવાની અછત નહોતી! હવે થર્ડ વેવનો એક્શન પ્લાન રજૂ
કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં લાશોના ઢગલા થઈ ગયા હતા. દર્દીઓના સગાએ રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઓક્સિજનના બાટલા માટે દોડાદોડ કરવી પડી હતી. હોસ્પિટલમાં બેડ-વેન્ટિલેટર ઉપરાંત દવાઓની પણ વ્યાપક અછત સર્જાઈ હતી. આ તમામ અંધાધૂંધી પરથી ધડો લઈને હવે ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો એક્શન પ્લાન રજૂ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) હાર્ટ-એટેકનું સર્ટી આપનાર ડોક્ટર-વકીલની સંડોવણી, યુવતીનું નિવેદન- આપત્તિજનક વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નહોતા
રાજકોટના કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પી આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટના વિક્રમ સોહલા સહિત ટ્રસ્ટીઓએ હાર્ટ-એટેકમાં ખપાવી અંતિમવિધિ કરી નાખી હતી. પોલીસે તપાસ કરી યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરા કબડ્ડી પ્લેયર આપઘાત કેસ, દુષ્કર્મ વખતે બંને આરોપીએ ફોટો કે વીડિયો ઉતાર્યો? અગાઉથી જ દુષ્કર્મનો પ્લાન હતો કે કેમ?
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના બનાવમાં પોલીસે યુવતીએ આત્મહત્યા કરતા પૂર્વે લખેલી ચિઠ્ઠીને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. વડોદરા કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ત્યારે આ કેસમાં અગાઉથી જ દુષ્કર્મનો પ્લાન હતો કે કેમ? તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...