રાજકારણ:સરકારના નવા મંત્રીમંડળ માટે દિવસભર ગાંધીનગરમાં ચાલેલી કવાયત વચ્ચે ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ સર્કિટ હાઉસમાં એકલા જ રહ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્કિટ હાઉસમાંથી બહાર નીકળતા ભૂપેન્દ્ર યાદવ - Divya Bhaskar
સર્કિટ હાઉસમાંથી બહાર નીકળતા ભૂપેન્દ્ર યાદવ
  • બપોરે સર્કિટ હાઉસ પહોંચેલા ભૂપેન્દ્ર યાદવ સાંજ સુધી ત્યાં જ એકલા રહ્યા

રાજ્ય સરકારના નવા મંત્રી મંડળ માટે દિવસભર ચાલેલી કવાયત વચ્ચે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે દિવસભર અમદાવાદના સર્કિટ હાઉસમાં રહેવાનું પસંદ કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે મંત્રીમંડળની શપથ વિધિ અને મંત્રીઓની પસંદગીને લઈને દિવસ દરમિયાન ચર્ચાઓ ચાલતી રહી, તેવામાં ભૂપેન્દ્ર યાદવ એકલા જ સર્કિટ હાઉસ ખાતે રહ્યા.

ભૂપેન્દ્ર યાદવની મુલાકાત માટે એકપણ ભાજપના નેતા ન આવ્યા
જ્યારે આ દરમિયાન અહીં દિવસ દરમિયાન કોઈપણ ભાજપના નેતા તેમની મુલાકાત માટે આવ્યા ન હતા. સર્કિટ હાઉસમાં કોઈ ચહલપહલ જોવા મળી ન હતી. બપોરે બે વાગ્યાથી સર્કિટ હાઉસમાં હાજર ભૂપેન્દ્ર યાદવ સાંજે છ વાગ્યે ગાંધીનગર જવા રવાના થયા હતા. દિવ્યભાસ્કરે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો. ભૂપેન્દ્ર યાદવ કેન્દ્ર સરકારમાં શ્રમ વિભાગના મંત્રી તરીકે પણ કાર્યરત છે. જેને લઇને સર્કિટ હાઉસમાં તેમના વિભાગના અધિકારીઓને તેઓ મળ્યા હતા અને કેટલાક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

સવારથી પાટીલના બંગલે નેતાઓનો જમાવડો દેખાયો
​​​​​​​
નોંધનીય છે કે, આજે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીકમાં આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર જોવા મળી હતી. વહેલી સવારથી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પાટીલને મળવા માટે પહોંચ્યાં હતાં.