તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણીમાં ભાજપના મૂરતિયા:ભાજપે 36 અનુસૂચિત જાતિના અને 15 પરપ્રાંતિયોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં, 192માંથી 59 ગ્રેજ્યુએટ ઉમેદવાર તો 78ની વય 41થી 50ની વચ્ચે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
એન્જિનિયર-4, પી.એચ.ડી-1, સી.એ-1, ફેશન ડિઝાઈનર -1, પી.ટી.સી-2, આઈ.ટી.આઈ-3, આઈ.સી.એ-1 ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. - Divya Bhaskar
એન્જિનિયર-4, પી.એચ.ડી-1, સી.એ-1, ફેશન ડિઝાઈનર -1, પી.ટી.સી-2, આઈ.ટી.આઈ-3, આઈ.સી.એ-1 ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે.
 • ભાજપે વિવિધ જ્ઞાતિ, પંથ, વય તેમજ વિશષ્ટ વ્યક્તિઓ મળીને 44 સમાજને પ્રતિનિધિત્વ આપ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જેને પગલે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ અંગે ખાનપુર કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ઇન્ચાર્જ અને શહેર પ્રભારી આઈ.કે.જાડેજાએ જણાવ્યું કે,નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવાર બ્રિન્દાબેન સુરતી બિનહરીફ થયા છે આ સાથે ભાજપના વિજયના શ્રીગણેશની શરૂઆત થઇ ગઈ છે. ભાજપે વિવિધ જ્ઞાતિ, પંથ, વય તેમજ વિશષ્ટ વ્યક્તિઓ મળીને 44 સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. ભાજપે સૌથી વધુ અનુસૂચિત જાતિના 36 ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે 15 પરપ્રાંતિયોને પણ ટિકિટ આપી છે. શિક્ષિત ઉમેદવારોની વાત કરીએ તો 59 ગ્રેજ્યુએટ અને LLBનો અભ્યાસ કરી ચૂકેલા 17ને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે એક ડોક્ટર અને એક PH.D થયેલા ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમજ સૌથી વધુ 78 ટિકિટ 41થી 50ની વયનાને આપી છે.

કઈ જ્ઞાતિ અને કયા પ્રાંતના કેટલા ઉમેદવાર

જ્ઞાતિ-પ્રાંતઉમેદવારની સંખ્યા
અનુસૂચિત જાતિ36
અનુસૂચિત જનજાતિ2
બક્ષી પંચ44
રાજસ્થાની5
મધ્યપ્રદેશના3
ઉત્તરપ્રદેશ4
મહારાષ્ટ્રીયન1
દક્ષિણ ભારતીય1
બિહારી1
મૂળ મહારાષ્ટ્રીયન, દક્ષિણ ભારતીય અને બિહારના પણ 1-1 ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું
મૂળ મહારાષ્ટ્રીયન, દક્ષિણ ભારતીય અને બિહારના પણ 1-1 ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું

પત્રકારત્વથી લઈ ડોક્ટર સુધીના ઉમેદવારો મેદાનમાં

શૈક્ષણિક લાયકાતઉમેદવારની સંખ્યા
અનુ સ્નાતક12
સ્નાતક59
LLB17
ડોક્ટર2
એન્જિનિયર4
PH.D1
CA1
ફેશન ડિઝાઈનર1
PTC2
ITI3
ICA1
પત્રકારત્વ1
20થી 30 વર્ષના 11ને ઉમેદવાર બનાવ્યા છે.
20થી 30 વર્ષના 11ને ઉમેદવાર બનાવ્યા છે.

કઈ ઉંમરના કેટલા ઉમેદવાર

ઉંમરઉમેદવારો
20થી 30 વર્ષના11
31થી 40 વર્ષના28
41થી 50 વર્ષના78
51થી 59 વર્ષના75

​​​​​​​

કોંગ્રેસે 34 પાટીદારો અને 45 અનુસૂચિત જાતિના ઉમેદવારને ટિકિટ આપી
​​​​​​​​​​​​​​
અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પૈકી પાટીદાર સમાજના 34 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઓબીસી અને એસસીના 45-45 તથા મુસ્લિમ સમાજના 24 ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં 16 વોર્ડમાં ચારેય બેઠકો સામાન્ય છે. જો કે, આ બેઠકો પર સામાન્ય કરતાં અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા વધુ છે. મહદ્અંશે આ દરેક વોર્ડમાં 15 ટકાથી વધુ પછાત વર્ગના મતદારો છે.

કોંગ્રેસના જ્ઞાતિવાર ઉમેદવારો

જ્ઞાતિસંખ્યા
ઓબીસી45
એસસી45
પાટીદાર34
મુસ્લિમ24
જૈન11
નોન ગુજરાતી9
બ્રાહ્મણ6
ક્ષત્રિય5
લોહાણા2
એસટી2
સોની2
સિંધી2
ક્રિશ્ચિયન1
કુલ188
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો