તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસ, અપક્ષ, BSPમાંથી હારેલાને ભાજપે ગોમતીપુરમાં ટિકિટ આપી, ડમીકાંડથી ચર્ચામાં આવેલા ચાવડાનાં પત્નીને ટિકિટ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સામેત્રિયા 2000માં કોંગ્રેસ, 2005માં અપક્ષ તરીકે લડ્યા હતા

કેટલાક ઉમેદવારોની પસંદગી અંગે ભાજપમાં પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. ગોમતીપુરમાં ભાજપે અશોક સામેત્રિયાને ટિકિટ ફાળવી છે. તેમનો કિસ્સો જરાક વિચિત્ર હોવાની કાર્યકરોની ફરિયાદ છે.

અશોક સામેત્રિયા અગાઉ કોંગ્રેસમાંથી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પણ જીત્યા ન હતા. છતાં આ વખતે ભાજપે તેમને ટિકિટ ફાળવી છે. વર્ષ 2000માં અશોક સામેત્રિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો. એ પછી 2005માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા. 2010માં તેઓ મ્યુનિ. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા પણ જીતી શક્યા ન હતા. 2007માં તેઓ બસપાની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા.

ડમીકાંડથી ચર્ચામાં આવેલા ચાવડાનાં પત્નીને ટિકિટ
અમદાવાદમાં 2007માં થેયલા ડમી રાઇટર કાંડમાં જેમનું નામ ઉછળ્યું હતું તે એચ.એન. ચાવડાના પત્ની કલ્પના ચાવડાને ભાજપે ટિકિટ આપતાં વિવાદ છેડાયો છે. ધોરણ-12ની પરીક્ષામાં મોટા ઉદ્યોગપતિઓના સંતાનો માટે રાખવામાં આવેલા ડમી રાઇટરનો પર્દાફાશ થતાં તત્કાલીન ડી.ઇ.ઓ. એચ. એન. ચાવડાનું નામ ઉછળ્યું હતું. બાદમાં તેમને આ કૌભાંડમાં ક્લિનચીટ મળી ગઈ હતી. એચ. એન. ચાવડા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નજીક હોવાનું પક્ષના સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો