તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની પસંદગીમાં પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યોનું પ્રભુત્વ દેખાય છે. ભાજપે ગઈ ટર્મના 16માંથી માત્ર 4ને ટિકિટ આપી છે. કોંગ્રેસના એક પણ પક્ષપલ્ટુને ટિકિટ મળી નથી. ટિકીટ ફાળવણીથી નારાજ આગેવાનો પોતાના પરિવારજનોને અપક્ષ તરીકે ચૂંટણી લડાવે તેવી શક્યતા છે.
ભાજપે ગેરરીતિના આક્ષેપનો સામનો કરતાં અન્નપૂર્ણા ચુડાસમાના પતિ દિગપાલસિંહને ધોલેરા બેઠક અને સામાજિક ન્યાય સમિતિના સભ્ય રેખા કાંતિ લકુમને કાવીઠા બેઠક પરથી રિપિટ કરાતા કાર્યકરોમાં ભારે રોષ ઉઠ્યો છે. આ સિવાય સૂરજિતસિંહ ગોહિલના સ્થાને તેમના પત્ની અલ્પાબા ગોહિલને હડાળા બેઠક અને અજમલ બારડને વિરોચનનગર બેઠક પરથી રિપિટ કરાયા છે.
ઉમેદવારોની પસંદગી માટે વિરમગામ, સાણંદ, માંડલ, દેત્રોજની બેઠક માટે વિરમગામ ભાજપના આગેવાનો, સાણંદ અને બાવળામાં સાસંદની ટીમ, ધંધુકા, ધોળકા, ધોલેરામાં ધારાસભ્યો અને દસક્રોઇના ઉમેદવારો માટે પણ બે ધારાસભ્યોએ ઉમેદવારોની પસંદગી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.