તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા:BJP કોર્પોરેટરના પતિએ કર્ફ્યૂમાં જાહેરમાં બિયરની બોટલ ખોલી, અસારવા રેલવે કમ્પાઉન્ડમાં બુટલેગરની બર્થડે પાર્ટી ઊજવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટરનો પતિ બુટલેગર હોવાનો લોકોનો આક્ષેપ - Divya Bhaskar
કોર્પોરેટરનો પતિ બુટલેગર હોવાનો લોકોનો આક્ષેપ
  • કોર્પોરેટર નીતુ પરમારના પતિ સહિત 10થી 12 સામે ગુનો દાખલ

અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં બુટલેગરના બર્થડે પર કેક કાપી, શેમ્પેઇનની બોટલ ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. તેમાં ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપનાં મહિલા કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમાર પણ હોવાનું વીડિયોમાં દેખાતું હતું. રેલવે જીઆરપીએ 10થી 12 લોકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં સોમવારની મોડી રાતે કર્ફ્યૂનો ભંગ કરી બુટલેગર અને તેના મિત્રોએ ખુલ્લેઆમ બર્થડે પાર્ટી કરી હતી, જેમાં અન્ય લોકોની સાથે ઇન્ડિયા કોલોની વોર્ડનાં મહિલા કોર્પોરેટર નીતુ પરમારના પતિ પણ આ પાર્ટીમાં સામેલ હોવાનું અને તેજ શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોના આધારે જીઆરપી પોલીસે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટના વિશે પૂછવા નીતુ પરમારને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.

કોર્પોરેટરનો પતિ બુટલેગર હોવાનો લોકોનો આક્ષેપ
મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પણ બુટલેગર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી સમયે નીતુ પરમારને ટિકિટ મળી, ત્યારે પણ કેટલાક લોકોએ તેનો પતિ બુટલેગર હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ કર્યો હતો.

ઘટનાની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસની માગ
કર્ફ્યૂનો ભંગ કરી મહિલા કોર્પોરેટરના પતિ બુટલેગરની બર્થડે પાર્ટીમાં શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાના વીડિયો અંગે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ તપાસ કરી પગલાં લેવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...