તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અલગ-અલગ પાર્ટીઓ જીત માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીત માટે કાર્યકરો તેમજ સ્થાનિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાત્રિ ભોજનથી લઈને ડીજે સહિતનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ જ પાર્ટીઓ પોતાના કાર્યાલમ જે વોર્ડમાં આવેલા છે એ વોર્ડમાં જીતી શકતા નથી. ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાર્યાલયના વોર્ડ પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં સફળતા મળતી નથી.
જગ્યા બેસી રણનીતિ ઘડે છે ત્યાર જ જીતથી વંચિત
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાલમાં અલગ-અલગ રણનીતિ બનાવી રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે જે જગ્યા પર બેસીને આ રણનીતિ બને છે એ જ જગ્યાના વોર્ડ પરથી પાર્ટી હારી રહી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભાજપનું પંડિત દિનદયાલ ભવન આવેલું છે, જ્યાં તમામ કાર્યકર્તા તેમજ નેતાઓની બેઠક થાય છે, પરંતુ આ વોર્ડમાં પાર્ટી હારી રહી છે. ત્યારે પાલડીમાં કોંગ્રેસનું રાજીવ ગાંધી ભવન આવેલું છે, જ્યાં છેલ્લા 3 દાયકાથી પાર્ટી જીત મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો છે.
ઓવૈસીની કોંગ્રેસ સાથેની ટક્કર ભાજપમાં ફાયદાકારક
આ વખતની ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય જમાલપુર વોર્ડમાં આવે છે, જ્યાંથી કોંગ્રેસ, ભાજપ સિવાય ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જોકે આ વખતે ઓવૈસીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે. તો જો આ શક્ય બને તો ભાજપની ઘણા સમયથી પોતાના કાર્યાલયના વોર્ડ પરથી જીત મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે જે જગ્યા પર કોંગ્રેસનું કાર્યાલય છે એ જગ્યાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં કોઈ કમી રાખી નથી અને પાર્ટી પણ 3 દાયકાની હારને આ વખતે જીતમાં ફેરવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે.
ચૂંટણીમાં ભાજપનો કુલ 8430માંથી 7500 બેઠક પર જીતનો ટાર્ગેટ
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠક, 56 પાલિકાની 2088 બેઠક, 31 જિલ્લા પંચાયતની 988 બેઠક તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે, જેની કુલ 8430 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, પણ 2022ની વિધાનસભાની સેમિ-ફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ 7500 બેઠક મેળવી ફાઇનલમાં નવો રેકોર્ડ સ્થાપવાનો છે, જેમાં પણ રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ 576માંથી ભાજપનો 500 બેઠક મેળવવાનો ટાર્ગેટ છે.
કાર્યકર્તાઓ માટે વેજ, નોન-વેજ બન્ને પ્રકારની વ્યવસ્થા
શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યકરો માટે ઉમેદવાર અને પાર્ટી કાર્યાલય પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતે બાપુનગરના ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજિયાં અને ત્યાર બાદ આઈસસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. નરોડા વિસ્તારમાં ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં લોકો હતા, ત્યાં સેવ-ઉસળની વ્યવસ્થા હતી. એની સાથે શહેરના કોટ વિસ્તારમાં કોંગ્રેસના દિવસ-રાત પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વેજ, નોન-વેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.