'કુપોષણ મુક્ત ભારત'માં કોર્પોરેટરોનો સાથ:ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને જન્મદિવસ-મેરેજ એનિવર્સરીની ઉજવણી સરકારના આદેશ મુજબ કરવી પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને બાળ વિકાસ ચેરમેન પ્રતિભા જૈને 192 કોર્પોરેટરોને પત્ર લખ્યો
  • કોર્પોરેટરે પરિવારમાં જન્મ, એનિવર્સરી તથા મરણતિથિના દિવસે બાળકોમાં પૌષ્ટીક આહારનું વિતરણ કરવું

કુપોષણ મુક્ત ભારત અંતર્ગત અમદાવાદ શહેરમાં કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. અમદાવાદના ભાજપ-કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને તેમના કુટુંબમાં જન્મ દિવસ તેમજ મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગોમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ-પૌષ્ટિક આહાર આપવા માટે જણાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ કમિટિના ચેરમેન પ્રતિભા જૈન દ્વારા આ માટે તમામ કોર્પોરેટરોને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આ રીતે કુપોષણ મુક્ત ભારત અભિયાનને આગળ વધારી શકાય.

આંગણવાડીના બાળકોમાં ફૂડનું વિતરણ કરતા કોર્પોરેટરની તસવીર
આંગણવાડીના બાળકોમાં ફૂડનું વિતરણ કરતા કોર્પોરેટરની તસવીર

મહિલા અને બાળ વિકાસ કમિટીનો કોર્પોરેટરોને પત્ર
મહિલા અને બાળ વિકાસ કમિટિના ચેરમેન પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, તમામ કોર્પોરેટરોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે કુપોષણ મુક્ત ભારત અંતર્ગત કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેના માટે શહેરમાં આવેલા આંગણવાડીમાં કેન્દ્રોમાં આપના તેમજ આપના કુટુંબમાં જન્મદિવસ, મેરેજ એનિવર્સરી અને મરણતિથિના દિવસે બાળકોને ફળ વિતરણ અને પૌષ્ટીક આહારનું વિતરણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે. જેથી નાના ભૂલકાઓને બાળકોને પોષણ મળી રહે અને કુપોષણને દૂર કરી શકાય જેથી કાઉન્સિલરને આ કામમાં જોડાવા માટે પત્ર લખવામાં આવ્યો છે.

આંગણવાડીની ફાઈલ તસવીર
આંગણવાડીની ફાઈલ તસવીર

અમદાવાદમાં AMC વિસ્તારમાં 2123 આંગણવાડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2123 જેટલી આંગણવાડી આવેલી છે. આ તમામ આંગણવાડીઓ અલગ અલગ વોર્ડમાં કાર્યરત છે. આ તમામ આંગણવાડીમાં કુપોષણ મુક્ત ભારત અંતર્ગત કામગીરી મહિલા અને બાળ વિકાસ કરે છે. આ કામગીરી અમદાવાદની આંગણવાડીમાં સારી રીતે થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ ચેરમેન પ્રતિભા જૈન દ્વારા 192 કોર્પોરેટરોને પત્ર લખવામાં આવ્યો છે કે આ કામગીરીમાં તેઓ મદદ રૂપ થાય જે પણ બાળકો આંગણવાડીમાં આવે છે તે બાળકોને ખાસ દિવસ હોય તેમાં તેઓ ફળ અને પોષણ યુક્ત આહાર આપે જેથી બાળકોને પોષણ મળી રહે અને કુપોષણ મુક્ત ભારત અભિયાનને આગળ વધારી શકાય.

મહિલા અને બાળ વિકાસ ચેરમેન પ્રતિભા જૈનનો કોર્પોરેટરોને પત્ર
મહિલા અને બાળ વિકાસ ચેરમેન પ્રતિભા જૈનનો કોર્પોરેટરોને પત્ર