અમદાવાદ એરપોર્ટ પર ભાજપ, કોંગ્રેસ દ્વારા વધુ એક ચાર્ટર્ડ ફ્લાઈટ અને બે હેલિકોપ્ટર તૈનાત કરી દેવાયા છે. આમ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઈ જતા હવે નાઇટ હોલ્ટ માટે 5 ડિસેમ્બર સુધી એકપણ વિમાનને પરમિશન આપવામાં આવશે નહીં. નાઇટ હોલ્ટ કરવાનો હશે તો તેમને નજીક રાજકોટ કે વડોદરા એરપોર્ટ પર પાર્ક કરવંુ પડશે.
અમદાવાદ એરપોર્ટ પર આપના નેતા કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી ચાર્ટર્ડ વિમાન લઇને સોમવારે આવ્યા હતા. 22 નવેમ્બરે રાહુલ ગાંધી પ્રચાર માટે આવે તે પહેલા જ કોંગ્રેસે પણ અમદાવાદ એરપોર્ટ પર બે હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે, જ્યારે ભાજપે દિલ્હીથી બીજું એક ચાર્ટર્ડ વિમાન મગાવી લીધું હતું.
અમદાવાદ એરપોર્ટ પર ભાજપે 11મીએ એક અગસ્તા હેલિકોપ્ટર અને પ્રાઈવેટ જેટ દિલ્હીથી સ્પેશિયલ મગાવી દીધા છે. કમલમ ખાતે હેલિપેડમાં હેલિકોપ્ટર તૈનાત કરાયા છે આમ ભાજપે કુલ પાંચ હેલિકોપ્ટર ચૂંટણીમાં એડવાન્સ બુક કરી લીધા છે. અમદાવાદ એરપોર્ટ પર 43 વિમાન પાર્ક થાય તેટલી ક્ષમતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.