AMCની પેટા ચૂંટણી:ચાંદખેડા અને ઇસનપુર વોર્ડની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AMCની ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની ઓફિસની ફાઈલ તસવીર
  • AMCના ચાંદખેડા અને ઇનસપુર વોર્ડ પર 3 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે

રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા, થરા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ચાંદખેડા વોર્ડ અને ઇસનપુર વોર્ડના ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું.

ભાજપના ઉમેદવારે ધાસારભ્ય, કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભર્યું
સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસે ચાંદખેડા વોર્ડના ભાજપના ઉમેદવાર રીના પટેલે સાબરમતીના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર દિવ્યજાગૃતિ રોહિતે પણ કાઉન્સિલર રાજશ્રી કેસરી અને અન્ય કાર્યકર્તાઓ સાથે ફૉર્મ ભર્યું હતું. આપ પાર્ટીના ઉમેદવાર યશવી સુદર્શને પણ આજે ફોર્મ ભર્યું હતું.

ભાજપના ઉમેદવાર રીના પટેલની કાર્યકર્તાઓ સાથેની તસવીર
ભાજપના ઉમેદવાર રીના પટેલની કાર્યકર્તાઓ સાથેની તસવીર

કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ફોર્મ ભર્યા બાદ ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યા રોહિતએ જણાવ્યું હતું કે, રોડ, રસ્તા લાઈટ સહિતના મુદ્દા પર કામ કરીશુ. અમને વિશ્વાસ છે કે ચાંદખેડાની જનતા કોંગ્રેસનએ જીત અપાવશે. જ્યારે ભાજપના ઉમેદવાર રીના પટેલે જણાવ્યું હતું કે, ચાંદખેડામાં ફરી એકવાર ભાજપની જ જીત થશે. ભાજપે ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાંથી વ્યવસાયે પ્રોફેશનલ ટીચીંગ કરાવતાં દિવ્યજાગૃતિબેન રોહિતને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટીએ ફેશન ડિઝાઈનર એવા યુવા યશવી સુદર્શનને ટીકીટ આપી છે.

દિવ્યજાગૃતિબેન રોહિત, ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર
દિવ્યજાગૃતિબેન રોહિત, ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર

6 મહિના બાદ બે વોર્ડમાં પેટાચૂંટણી
ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ભાજપમાંથી જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. જ્યારે ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી. આ બંને વોર્ડમાં 6 મહિના બાદ ફરી ચુંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચાર સંહિતા લાગી છે.

યશવી સુદર્શન, ચાંદખેડા વોર્ડના આપના ઉમેદવાર
યશવી સુદર્શન, ચાંદખેડા વોર્ડના આપના ઉમેદવાર