તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર અગ્રેસર:ભાજપે મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે બદલ્યુ સૂત્ર, ભાસ્કરે અગાઉ જ નવા સૂત્ર અંગે આપી હતી માહિતી

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ચૂંટણી પ્રચાર-પ્રસાર સંદર્ભે જારી કરી માહિતી
 • નવા સૂત્ર અને શોર્ટ ફિલ્મ, 'શહેરમાં, ગામમાં ભાજપની લહેર' નામે થીમ સોંગ જારી કર્યુ

ગુજરાત ભાજપે ચૂંટણી પ્રચાર માટે પોતાના સૂત્ર અને થીમ સોંગ આજે જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા દિવ્ય ભાસ્કરે ડિઝીટલે પ્રકાશિત કરેલા સૂત્ર પર મહોર વાગી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કમલમ ખાતે ભાજપના મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૂત્ર જારી કર્યુ છે. જેમાં “ગુજરાત છે મકક્મ, ભાજપ સાથે અડિખમ” સૂત્ર જાહેર કર્યુ છે. 3 ફેબ્રુઆરીએ દિવ્ય ભાસ્કર ડિઝીટલ પર ભાજપ-કોંગ્રેસના પ્રચાર પ્રસાર અંગે અહેવાલ વાંચકો સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં ભાજપ આ સૂત્ર સાથે સાહિત્ય સામગ્રી તૈયારી કરાવી હોવાની માહિતી પણ આપી હતી.

3 ફેબ્રુઆરીએ દિવ્ય ભાસ્કર ડિઝીટલ પર ભાજપ-કોંગ્રેસના પ્રચાર-પ્રસાર અંગે થયેલો અહેવાલ વાંચવા અહિ ક્લિક કરો

પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આજે મિડીયા સમક્ષ થીમ સોંગ તથા મતદારોને આકર્ષવા માટે નવુ સૂત્ર પણ જારી કર્યુ છે. પહેલીવાર ભાજપે મહાનગર પાલિકા માટે કોમન ખાસ સૂત્ર જારી કર્યુ છે. જોકે અમદાવાદ ભાજપે વર્ષ 2015માં, લવેબલ એન્ડ લીવેબલ અમદાવાદ નામે સૂત્ર આપ્યુ હતુ. સામાન્ય રીતે ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ સાથે ભાજપ પ્રચાર કરતુ હોય છે અને સાહિત્ય સામગ્રી પર પણ તેનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. પરંતુ આ વખેત ગુજરાત છે મકકમ, ભાજપ સાથે અડિખમ, નામે નવા સૂત્ર સાથે મતદારો સમક્ષ જશે. નવા સૂત્ર સાથે સી.આર પાટીલે ‘શહેરમાં, ગામમાં ઉઠી ભાજપની લહેર ગામ શહેરમાં રે’... નામે ગીત પણ લોન્ચ કર્યુ છે. સાથે સાથે પ્રચાર પ્રસાર માટે 40 એક મિનીટની ફિલ્મ, 20 જેટલી મોટી ફિલ્મ, 21 જેટલી હોર્ડિગ્સની નવી ડિઝાઇન અને 19 જેટલા GIF લોન્ચ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો