સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ગુજરાતમાં પાલિકા, પંચાયતોની 39 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મહાનગર પાલિકાની 3 બેઠકો પર બિનહરીફ થયાં હતાં
  • જિલ્લા પંચાયતની 4, તા. પંચાયતની 23 અને પાલિકાની 9 બેઠકો ભાજપને મળી

રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 39 બેઠકો ભાજપને બીન હરીફ મળી ગઈ છે.

ફોર્મ ભરાયાંના અંતિમ દિવસે જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભૂજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ એમ કુલ મળીને 17 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે.

આ ઉપરાંત ભૂજ નગરપાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યાં છે.

અન્ય સમાચારો પણ છે...