તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે.જેમાં સૌ પહેલા રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. આ 72 ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો પણ સમાવેશ થાય છે. રાજકોટના ઉમેદવારો જાહેર કર્યા બાદ જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત અને અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે ભાજપે 144 વોર્ડના 576માંથી 575 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં વિવાદ થવાને કારણે વોર્ડ નંબર 11માં એક ઉમેદવારની જાહેરાત બાકી છે.
અમદાવાદમાં ફી નિયમન સમિતિ અમદાવાદ ઝોન અને FRC ટેક્નિકલ કમિટીના સભ્યને ટિકિટ
અમદાવાદમાં પાલડી વોર્ડના જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર જૈનિક વકીલ એવા હાલમાં સ્કૂલ ફી નિયમન સમિતિ અમદાવાદ ઝોન અને એફઆરસી ટેક્નિકલ કમિટીના સભ્ય છે.
જ્યારે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 15 અને 6ની પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કર્યાં છે. વોર્ડ નંબર 6માંથી અરવિંદ ગાંડુભાઈ રામાણીને જ્યારે વોર્ડ નંબર 15માંથી નાગજી ડાહ્યાભાઈ કટારાને ટિકિટ આપી છે.
રાજકોટ મનપા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ
રાજકોટ મનપા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. માત્ર 10 કોર્પોરેટરને જ ટિકિટ આપવામાં આવી છે. જેને પગલે ભાજપમાં અસંતોષ વ્યાપી ગયો છે. જો કે યુવા મોરચા સાથે સંકળાયેલા હોદ્દેદારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં નેહલ શુક્લા અને પ્રદીપ ડવનો સમાવેશ થાય છે.
તમામ ઉમેદવારો શુક્રવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે
આવતીકાલે ભાજપ કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જશે. 576 સીટ પર પ્રતિ સીટ 60થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેમાં પણ સ્ક્રુટીની કરી યાદી તૈયાર કરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ-કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ આ ઉમેદવારો આવતીકાલે(5 ફેબ્રુઆરી) વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.
સુરત મનપાના ઉમેદવારોની યાદી
વડોદરા મનપાના ઉમેદવારોની યાદી
ભાવનગર મનપાના ઉમેદવારોની યાદી
જામનગરના ઉમેદવારોની યાદી
રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.