તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ભાજપના ઉમેદવાર વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે, ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યા

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!
રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 4 ડીગ્રી ઘટશે, જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. વડોદરાના કારેલીબાગ ટાંકીમાં મરામત કરવાની હોવાથી સાંજે વિલંબથી પાણી આપવામાં આવશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,614.29+358.54
ડોલરરૂ.72.96+0.00
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,300-500

આ 3 ઘટના પર રહેશે નજર
1) 6 મહાનગરપાલિકાની 144 વોર્ડની 576 બેઠકની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
2) રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 4 ડીગ્રી ઘટશે, કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી
3) વડોદરાના કારેલીબાગ ટાંકીમાં મરામત કરવાની હોવાથી સાંજે વિલંબથી પાણી આપવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ભાજપે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ મનપાના ઉમેદવારો જાહેર કર્યાં
ગુજરાત ભાજપ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. સૌથી પહેલા રાજકોટના ઉમેદવારો જાહેર કર્યા બાદ જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ સાથે ભાજપે 144 વોર્ડના 576માંથી 575 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં વિવાદ થવાને કારણે વોર્ડ નંબર 11માં એક ઉમેદવારની જાહેરાત અટવાઈ હતી
વાંચો સમાચાર વિગતવાર

2) PM મોદીની ભત્રીજી અને પૂર્વ મેયરના દીકરાને ટિકિટ ન મળી, પૂર્વ મેયરના ભત્રીજા અને કોર્પોરેટરના દીકરાને ટિકિટ આપી
ભાજપે પણ 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 48 વોર્ડ માટેના 192 ઉમેદવારો જાહેર કર્યાં છે. જો કે રામોલ- હાથીજણ વોર્ડમાં સી.આર.પાટીલે પોતે જ બનાવેલા નિયમ એવા સગાં-સંબંધીઓને ટિકિટ નહીં આપવાનો ઉલાળ્યો કરી વર્તમાન કોર્પોરેટર અતુલ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે વડાપ્રધાન મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટ માગી હતી છતાં ટિકિટ આપવામાં આવી નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતના વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો સામે વિરોધ, કાર્યકરોને પાટીલે કહ્યું, તમારા ધારાસભ્યએ નામ આપ્યાં છે
સુરત પાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 30 વોર્ડના 119 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ચીકુવાળી ખાતે આવેલા વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પહોંચીને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. પોતાની પસંદગીના ઉમેદવાર ન મૂકાયા હોવાથી 200થી વધુ કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી હતી. કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ પાટીલને કહ્યું કે આવું કેમ કર્યું ત્યારે પાટીલે કહ્યું કે તમારા ધારાસભ્યએ નામ આપ્યા છે તો કાર્યકરે કહ્યું કે ધારાસભ્ય રમાડે છે ફોન ઉપાડતા નથી.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં માત્ર બે દિવસમાં 190 કબૂતરોનાં મોતથી ફફડાટ, બર્ડફ્લૂને લઈ કબૂતરોનાં સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યાં
અમદાવાદમાં કબૂતરોના મોત બાદ ફરીવાર લોકોમાં બર્ડ ફ્લૂની આશંકાને કારણે ફફડાટ ફેલાયો છે. વધુ 20 કબૂતરોના મોત થયા હોવાનું બહાર આવતા રાજયમાં કુલ 190 કબૂતરોના મોત થતાં તંત્રની દોડધામ વધી ગઈ છે. શહેરના આકૃતિ ટાઉનશિપના ત્રણેય વિભાગ અને મેદાનમાં કુલ 117 જેટલા કબૂતરનાં મોત થયાં છે. જ્યારે ધર્મકુંજ રેસિડેન્સીમાં 26, અતિથિ એવેન્યૂમાં 21, વેદિકા રેસિડેન્સીમાં 26 કબૂતરના મોત થયા છે. એક બાદ એક 190 કબૂતરના મોતથી બર્ડ ફ્લૂ ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં 8મી ફેબ્રુઆરીથી રાજ્યભરની કોલેજોના પહેલા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
રાજ્યના શિક્ષણ વિભાગે આગામી સોમવાર 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે, પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો