ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસે આજે પોતાનું ઉમેદવારી પત્ર પોલિટેકનિક ખાતે ભર્યું હતું. 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના હતા પરંતુ તેઓની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કેટલીક બાબતો બાકી રહી ગઈ હતી. જેના કારણે તેઓ વિજય મુહૂર્ત દરમિયાન ફોર્મ ભરી શક્યા ન હતા. ફોર્મ ભરતી વખતે ભાજપના ખેસ કે ટોપી વગર જ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું. અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ સોલંકી પૂર્વ મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન પ્રવીણ પટેલ અને પાંચ જેટલા તેમના સમર્થકો હાજર રહ્યા હતા.
ભાજપના ખેસ કે ટોપી પહેર્યા વગર ફોર્મ ભર્યું
દાણીલીમડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ આજે બપોરે 12:39 ના વિજય મુહૂર્ત દરમિયાન તેઓનું ઉમેદવારી પત્ર ભરવાના હતા. જોકે તેઓ 12:40 વાગ્યે આંબાવાડી પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી સમક્ષ તેઓ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે આવ્યા હતા. ત્યારે ઉમેદવારી પત્રની ચકાસણી કરી તેઓનું ફોર્મ આપવા માટે આવ્યા હતા પરંતુ કેટલીક જગ્યાએ સહી બાકી રહી ગઈ હતી. ફોર્મ આપવાની પ્રક્રિયામાં અંદાજે 30 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો અને તેઓનું ફોર્મ 1.25 વાગ્યે સ્વીકારવામાં આવ્યું હતું. ફોર્મ આપતી વખતે ભાજપના ખેસ કે ટોપી કંઈ પણ પહેર્યા વગર તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ દ્વારા પોતાની ઉમેદવારી પત્ર દરમિયાન જે ઍફિડેવિટ રજૂ કર્યું છે.
વાર્ષિક આવક- 5,67,700 (વર્ષ 2022-2023)
જંગમ મિલકત- 2, 02, 566
પત્નીના નામે જંગમ મિલકત- 5.88 લાખ
સ્થાવર મિલકત- 10 લાખ (મકાન)
પત્નીના નામે સ્થાવર મિલકત- 15 લાખ (મકાન)
હાથ પરની રોકડ- 2 હજાર
પત્ની પાસે હાથ પરની રોકડ- 3 હજાર
બેંક થાપણ- 82,332
સોનું- 1.10 લાખ (2 તોલા)
પત્ની પાસે સોનું- 5.50 લાખ (10 તોલા)
ચાંદી- 35 હજાર (500 ગ્રામ)
વાહન- એક એક્ટિવા
કેસ- ચેક રીટર્નનો એક પોલીસ કેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.