તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • BJP Candidate Declared Uncontested In Three Seats Of Ahmedabad District Panchayat, Direct Clash Between BJP Congress In 179 Seats Of TAP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર, તા.પ.ની 179 બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચ સીધી ટક્કર

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાશીન્દ્રામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
 • ભૂલાવડી અને સિંગરવામાં ફોર્મ રદ
 • જિલ્લા પંચાયતની 31 બેઠક માટે 99 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા સહિત ફોર્મ રદ થાય તે રીતે ભરતા ચૂંટણી પૂર્વે જ ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જિલ્લાની કાસીન્દ્રા બેઠક પર ઉમેદાવેર ફોર્મ પરત ખેંચવાતી, ભૂલાવડી અને સીંગરવા બેઠક પર ઉમેદવારનું ફોર્મ રદ થવાથી ત્રણેય બેઠકો બિનહરીફ જાહેર કરાવવામાં ભાજપના આગેવાનો સફળ રહ્યા હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ કટાક્ષ કર્યો હતો.

ગત ટર્મમાં પણ ભાજપને સત્તા મળી નહતી. બીજી ટર્મમાં પણ કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરતા ભાજપ સત્તાનો સ્વાદ ચાખી શકી હતી. જેથી આ વખતે કોંગ્રેસના સભ્યોની મદદ વગર જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પર આવે તે માટે વટવા અને દસક્રોઇના ધારાસભ્યો સહિત જિલ્લા આગેવાનોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેની સામે જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉંઘતા ઝડપાયા હોવાનો આક્ષેપ પક્ષના કાર્યકરોએ જ કર્યો છે. જિલ્લાની કાસીન્દ્રા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ કાળાભાઇ ઠાકોર અને ડમી ઉમેદવાર જેસુંગજી અંબારામ ઠાકોરે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર વિનોદ ખોડાભાઇ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભૂલાવડીમાં દુધાજી શકરાજી ઠાકરો અને ડમી ઉમેદવાર ચંદ્રકાંત બૂધાજી ઠાકોર ઉપરાંત સીંગરવામાં ક્રીના મેહુલભાઇ પટેલના ફોર્મ રદ થયા છે. જેના લીધે ભાજપના ઉમેદવાર ભૂલાવડીમાં જનક અર્જુનભાઇ ઠાકોર અને સીંગરવામાં મીના કુંજનસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે.

જિલ્લા પંચાયતની 31 બેઠકો માટે 99 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં 179 બેઠકો માટે ભાજપ 168, કોંગ્રેસ 166, 51 આપ અને 43 અપક્ષ ઉમેદવારો છે. નગરપાલિકામાં ધોળકામાં નવ વોર્ડમાં ભાજપ 35, કોંગ્રેસ 34, આપ 9 અને અપક્ષ 8 સહિત 88 ઉમેદવારો, બારેજામાં 24 ભાજપ, 15 કોંગ્રેસ અને 24 અપક્ષ સહિત 63 ઉમેદવાર ઉપરાંત વિરમગામમાં ભાજપ 36, કોંગ્રેસ 16, આપ 2 અને 36 અપક્ષ સહિત 92 ઉમેદવારો તેમજ બાવળામાં 5 વોર્ડ માટે ભાજપ-કોંગ્રેસ એક-એક મળી 2 ઉમેદવારો મેદાનમાં છે. આમ 24 વોર્ડ ભાજપ 94, કોંગ્રેસ 66, આપ 11, અપક્ષ 44 સહિત કુલ 245 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. કોંગ્રેસમાંથી જાણી જોઇને ફોર્મ રદ કરાવનાર સામે પગલાં ભરાવાની શક્યતા ઓછી છે.

તાલુકા-નગરપાલિકામાં 11 ઉમેદવારો બિનહરીફ
અમદાવાદ તાલુકા પંચાયતમાં આઠ ઉમેદવાર અને નગરપાલિકામાં ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તાલુકા પંચાયતમાં માંડલમાં એક, દસક્રોઇમાં પાંચ અને ધોલેરામાં બે ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે નગરપાલિકામાં ધોળકા એક અને વિરમગામમાં બે ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અથવા ફોર્મ રદ થાય તેવી પ્રોસેસ કરવાના લીધે ભાજપના ખાતામાં આ તમામ બેઠકો આવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો