તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો આક્ષેપ:નારણપુરાની લખુડી હાઉસિંગ કાંડમાં ભાજપના ઉમેદવાર આરોપી

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નારણપુરાની લખુડી કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં સ્લમ રિડેવલપમેન્ટ હેઠળ સોસાયટીને ડેવલપમેન્ટ કરવા માટે આપી હતી. આ યોજનામાં સ્લમના લાભાર્થીઓ હતા તેમને આવાસ આપવામાં આવ્યા નહીં અને આવાસ અન્યને વેચી નાખવામાં આવતા વર્ષ 2018માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદમાં નવરંગપુરા વોર્ડના ભાજપના ઉમેદવાર આશા બ્રહ્મભટ્ટ આરોપી હોવાનો પદાર્ફાશ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. મનિષ દોશીએ કર્યો હતો.

મનિષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે, આ સ્લમમાં જેટલા આવાસ હોય તેના કરતા વધારે આવાસ બનાવવામાં આવે છે. આ પછી સ્લમ ધારકોને તેમના આવાસ સામે આધુનિક આવાસ ફાળવવામાં આવે છે. આ ફાળવાયેલા આવાસ ઉપરાંત વધારાના જે આવાસ હોય તે ડેવલપર તેના ખર્ચ-આવક પેટે વેચે છે. લખુડી યોજનામાં આવાસ બનાવ્યા પછી જે સ્લમ ધારકો છે તેને આવાસ ફાળવાયા ન હતા અને બારોબાર વેચી નાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો