ભાજપે વકીલો મૂક્યા:ચૂંટણી ફોર્મમાં ભૂલ ન થાય તે માટે ભાજપે બેઠક દીઠ વકીલો મૂક્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાાઈલ તસવીર - Divya Bhaskar
ફાાઈલ તસવીર
  • ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ફોર્મ ભરશે

ભાજપે પોતાના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરે તેમાં એક પણ ભૂલ ના રહે તે માટે બેઠક દીઠ તાલીમ પામેલા વકીલોને જવાબદારી સોંપી છે. અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. આ માટે 17 નવેમ્બર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. શહેર ભાજપ દ્વારા 15 નવેમ્બરે એક સાથે ચૂંટણી ફોર્મ ભરવા જવાનું નક્કી થયું હતું.

પરંતુ પાછળથી ઉમેદવારોએ વ્યક્તિગત અનુકુળતા મુજબ કલેક્ટર ઓફિસ ખાતે ચૂંટણી ફોર્મ ભરવા જશે તેમ નિર્ણય કર્યો હતો.ચૂંટણી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ના રહી જાય તે માટે ભાજપ લીગલ સેલને ફોર્મ ચકાસણીની જવાબદારી સોંપી છે. શનિવાર સાંજ સુધી અમદાવાદમાં ભાજપના એકેય ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. ભૂપેન્દ્ર 16 નવેમ્બરે ચૂંટણી ફોર્મ ભરશે.

અન્ય સમાચારો પણ છે...