તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢંઢેરો નવો ઘોંઘાટ જૂનો:AMCની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ઢંઢેરો, 16 મુદ્દા સાથે શહેરના વિકાસના આપ્યા વચનો

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિવરફ્રન્ટ, સ્માર્ટ સિટી, ઓવરબ્રિજ, મલ્ટિલેવલ પાર્કિંગ કે સાઈકલ ટ્રેક જેવા પ્રોજેક્ટને જ આગળ ધપાવવાની વાત

ચૂંટણીના પાંચ દિવસ પહેલાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ઢંઢેરામાં કોઈ લોભામણી જાહેરાતો કરી નથી. રિવરફ્રન્ટ, સ્માર્ટ સિટી, ઓવરબ્રિજ, મલ્ટિલેવલ પાર્કિંગ, સાઈકલ ટ્રેક સહિતના જે પ્રોજેક્ટ કાર્યરત છે તેને આગળ ધપાવવાની જાહેરાતો કરવામાં આવી છે. લોભામણી જાહેરાતો નહીં કરવા પાછળનો અર્થ એટલો જ છે કે, જીત્યા પછી વિપક્ષ ઢંઢેરાની જાહેરાતોને મુદ્દો ન બનાવે. જો કે, ઢંઢેરામાં મહિલા, સિનિયર સિટીઝન, શહેરની સોસાયટીઓ અને યુવાવર્ગ માટે પણ કેટલીક નવી જાહેરાતો કરી છે. કોરોનાને કારણે હેલ્થ સેક્ટર પર પણ ભાર મૂક્યો છે.

પ્રોપર્ટી ટેક્સમાં પણ વહીવટી સરળતા તથા પારદર્શકતા આવે તે માટે આકારણીમાં સેલ્ફ એસેસમેન્ટ પદ્ધતિ દાખલ કરવાનું વચન આપ્યું છે. જ્યારે હેરિટેજ સ્થાપત્ય ધરાવતા મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત યોજના અમલી બનાવવાનું જાહેર કર્યું છે. ભાજપનો દાવો છે કે, 2030 સુધીના વસતી વધારાને ધ્યાને લઈને 10 વર્ષ પછીના અમદાવાદની જરૂરિયાતનો સરવે કરી પાણી, ડ્રેનેજ, સફાઈ, રસ્તા અને આરોગ્ય સેવાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

કોના માટે શું?
સિનિયર સિટીઝન

 • હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિત તબીબી સેવા કેન્દ્રોમાં સિનિયર સિટીઝન્સને અગ્રિમતા
 • વડીલ સુખાકારી યોજના અંતર્ગત નિયમિત મેડીકલ ચેકઅપ સ્કીમ
 • સિનીયર સિટીઝન સંગઠનો ગ્રૂપને નાગરિક સેવાના કાર્યમાં સામેલ કરવા સ્કીમ રજૂ કરાશે
 • મ્યુનિ ગાર્ડનમાં સિનિયર સિટીઝન્સ કોર્નર તૈયાર કરાશે
 • સોસાયટીઓમાં સિનિયર સિટીઝન્સ કોર્નર તૈયાર કરવા સ્કીમ બનાવાશે.

મહિલા વર્ગ

 • શાકભાજીનુ વેચાણ કરતી મહિલાઓને ખાસ કરીને ફ્રુટ તથા શાકભાજી વેચાણ માટે ઈ-રિક્ષા પ્રોજેકટ અમલી કરાશે
 • ગાર્ડનમાં યોગા સેન્ટર તૈયાર કરાશે અને શહેરમાં યોગા ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે
 • બીઆરટીએસ બસમાં મહિલાઓને રાહતદરે મુસાફરીની સવલત ઉભી કરાશે
 • BRTS- AMTSમાં મહિલા બસોની સંખ્યાંમાં પણ વધારો કરાશે.

યુવા વર્ગ

 • વિદ્યાર્થી માટે પ્રવાસી યોજનાની નવી સ્કીમ અમલી બનાવાશે
 • મ્યુનિ.શાળાના વિદ્યાર્થી માટે વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટના સર્વાંગી વિકાસની રચના કરી વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિ કરાશે
 • પૂર્વમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર
 • યુવાઓને રમત-ગમત માટે સુવિધા મળી રહે તે માટે નવા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, આધુનિક સાધનો સાથેની હેલ્થકલબ, યોગા સેન્ટર તૈયાર કરાશે
 • પ્રત્યેક વોર્ડમાં આધુનિક જીમ અને ટેનિસ કોર્ટ બનાવાશે.
 • આંતરરાષ્ટ્રીય કક્ષાનું બેન્કડ સ્કેટીંગ ટ્રેક તૈયાર કરાશે.

હાઉસિંગ-સોસાયટીઓ અને ફ્લેટની સ્કીમ

 • સ્વૈચ્છિક વોટર મીટર માટે સબસિડી યોજના
 • સોસાયટી, ફલેટમાં ઘનકચરાના નિકાલ માટે રિસાઈકલ ઓફ વેસ્ટની સુવિધા ઉભી કરાશે.
 • સોસાયટી-હાઉસિંગ કોલોનીની મીટિંગ માટે મ્યુનિ.કોમ્યુનિટી હોલ રાહત દરે અપાશે.
 • ફલેટના પાર્કિંગ એરીયામાં ડસ્ટ ફ્રી માટે વિશેષ સ્કીમ રજૂ કરવામાં આવશે.
 • સોસાયટીમાં આઉટડોર કસરતના સાધનો તથા ચિલ્ડ્રન પ્લે એરિયા માટે સ્કીમ મૂકાશે.
 • વેસ્ટ કચરાનો સોસાયટીમાં જ ખાતર બનાવવા ઉપયોગી થાય તેવા કોમ્પેકટ મશીન લોકભાગીદારીથી મૂકવા સ્કીમ મૂકીશું.
 • ખાનગી સોસાયટીમાં 70ઃ20ઃ10 સ્કીમમાં આરસીસી રસ્તા, પાણીની લાઈન તથા ફૂટપાથની સુવિધાની સરળ પોલિસી લવાશે.
 • નાના મકાનોની સોસાયટીમાં 100% ખર્ચે સુવિધા.

હેલ્થ

 • 100 બેડની સુવિધા સાથેની સ્પેશિયાલીટી હોસ્પિટલ
 • પૂર્વ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલ
 • અર્બન હેલ્થ સેન્ટરમાં આયુર્વેદ, હોમિયોપેથી, આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ વિભાગ કાર્યરત કરાશે
 • પંડિત દીનદયાળ મેડિકલ હેલ્થ સુવિધા શ્રમજીવી વિસ્તારમાં કાર્યરત
 • વિવિધ હોસ્પિટલોમાં બિલ્ડિંગ વિસ્તૃતીકરણ કરી 500 બેડ વધારાશે
 • ઘરઆંગણે મેડીકલ સુવિધા માટે ધન્વંતરિ રથ મેડિકલવાનનો વ્યાપ વધારાશે
 • એલ.જી.હોસ્પિટલને અદ્યતન બનાવી, નવા પશ્ચિમ વિસ્તારમાં આધુનિક હોસ્પિટલ.

ટ્રાન્સપોર્ટ

 • ઈલેક્ટ્રિક વાહનો માટે વિશેષ સુવિધા અને ઈલેકટ્રિક વાહનોનો વધુ વપરાશના પ્રયાસ કરાશે
 • બીઆરટીએસ-એએમટીએસમાં ઈલેકટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરાશે
 • બીઆરટીએસ અને એએમટીએસમાં નવી એસી બસો મૂકાશે
 • 76 કિમી રિંગ રોડ પર સરકયુલર રૂટનો પ્રારંભ કરાશે
 • એક પ્રવાસ એક ટિકિટ યોજના મૂકાશે

ભાજપના 16 સંકલ્પ
* 2030નાં અમદાવાદનું આયોજન
* નવા ફ્લાયઓવર, અંડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ
* AMTS એરકન્ડીશન, બસોમાં વધારો-નવી ઈલેક્ટ્રિક બસોમાં વધારો.
* પોલ્યુશન મુક્ત અમદાવાદ
* ગ્રીનકવર ડબલ કરવાનું આયોજન
* વિધવા સહાય ધરાવતા મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ.
* હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત.
* સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડે સ્કૂલનું આયોજન
* પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર
* પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
* સ્લમ ફ્રી સીટીનું આયોજન
* સીનીયર સીટીઝનો માટે અનેક યોજનાઓ
* સોસાયટી-હાઉસીંગ વસાહતની મીટિંગો માટે રાહત દરે કોમ્યુનિટી હોલ.
* સોસાયટીઓમાં સુવિધા
* પ્રત્યેક ગાર્ડનમાં યોગા સેન્ટરનું આયોજન
* સોસાયટી કોમનપ્લોટમાં આઉટડોર કસરતના સાધનો મુકવાનું આયોજન

ટ્રાફિકની સમસ્યા તેમજ રેલવે ક્રોસિંગ મુક્ત શહેરની જાહેરાતો કરી
ટ્રાફિકની સમસ્યા તેમજ રેલવે ક્રોસિંગ મુક્ત શહેરની જાહેરાતો કરી
2021ના આગામી દિવસોમાં અમદાવાદ કેવું હશે તેનું વિઝન સંકલ્પ પત્રમાં
2021ના આગામી દિવસોમાં અમદાવાદ કેવું હશે તેનું વિઝન સંકલ્પ પત્રમાં

થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા શપથપત્ર જાહેર કરવામાં આવ્યો હતો
રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા શપથપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છેકે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

​​​​​​​

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરો રજૂ કર્યો
કોંગ્રેસે ચૂંટણીઢંઢેરો રજૂ કર્યો

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં કરેલા વાયદાઓ

* કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું. * 6 મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડલ સ્કૂલો બનાવવી અને ધો. 1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે. * વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે. * શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે, જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે. ​​​​​​​* ​​​​​​​વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે. * દરેકને ફ્રી પાણી મળે એવી સુવિધાઓ કરવામાં આવશે. * ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એવો પ્રયાસ કરવામાં આવશે. ​​​​​​​* આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે. * કોરોનાકાળમાં આર્થિક નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું. * તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું. * ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો