તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમી ફાઇનલનો ફાઇનલ ટાર્ગેટ:મહાનગર પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 8430માંથી 7500 બેઠકો પર વિજય મેળવવાનો ભાજપનો ટાર્ગેટ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ
 • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં 80% બેઠકો કબજે કરવા માટે ભાજપે ખાસ વ્યૂહરચના ગોઠવી દીધી
 • રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ 576માંથી ભાજપની 500 બેઠકો મેળવવાનો ટાર્ગેટ

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 988 બેઠકો તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. જેની કુલ 8430 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પણ 2022ની વિધાનસભાની સેમી ફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ 7500 બેઠકો મેળવી ફાઇનલમાં નવો રેકોર્ડ સ્થાપવાનો છે. જેમાં પણ રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ 576માંથી ભાજપની 500 બેઠકો મેળવવાનો ટાર્ગેટ છે.

60 વર્ષથી વધુના ઉમેદવારોને ટિકીટ નહીં મળે
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરેલી ફોર્મ્યુલાનો પણ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં 60 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકીટ નહીં મળે. ત્રણ ટર્મથી ચૂંટાયેલા ઉમેદવારોને રિપીટ નહીં કરાય અને સગાવહાલાને ટિકીટ નહીં અપાય. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે, ચાર દિવસની બેઠકમાં ચાર ઝોન પ્રમાણે ચર્ચાના અંતે 10મી ફેબ્રુઆરીએ નામોની જાહેરાત થવાની સંભાવના છે. પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું 8મી ફેબ્રુઆરીએ બહાર પડશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે.

ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કબજે કરવા વ્યૂહરચના બનાવી
ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કબજે કરવા વ્યૂહરચના બનાવી

વિધાનસભામાં 150 પ્લસ બેઠકો મેળવવાનો ટાર્ગેટ
ગુજરાતમાં સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ભાજપને અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને ચૂંટણીને સફળતા મળે છે પરંતુ આ વખતે ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કબજે કરવા માટે ખાસ વ્યૂહરચના બનાવી છે કે, જેથી વિધાનસભાની આવતા વર્ષે આવનારી ચૂંટણીમાં મોટો ફાયદો થઇ શકે. પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપે વિધાનસભામાં 150 પ્લસ બેઠકો મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે તેથી 80 ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય મહત્વનો છે.તેના માટે ભાજપે ગામડાઓમાં ચોક્કસ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

રિસાયેલાને મનાવવા રાજકીય પક્ષોની ડિનર ડિપ્લોમસી
રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓના પ્રચાર-પ્રસારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગણતરીના દિવસો જ છે, ત્યારે આગામી સમયમાં રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર માટે સમર્થકો અને કાર્યકરોને કામે લગાડવા ભાજપ-કોંગ્રેસ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિસાયેલાને મનાવવા માટે ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ડિનર ડિપ્લોમસી સાથે ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતાં નારાજ થયેલા ભાજપ, કોંગ્રેસના નારાજ કાર્યકરોને મનાવવા માટેનું ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ રિસાયેલા સિનિયર નેતાઓનાં મનામણાં કરીને કાર્યકરોને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા
પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા

કાર્યકર્તાઓ માટે વેજ,નોનવેજ બન્ને પ્રકારની વ્યવસ્થા
શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યકરો માટે ઉમેદવાર અને પાર્ટી કાર્યાલય પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતે બાપુનગરના ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજીયા અને ત્યારબાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. નરોડા વિસ્તારમાં ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં લોકો હતા, ત્યાં સેવ ઉસળની વ્યવસ્થા હતી. તેની સાથે શહેરનાં કોટ વિસ્તારમાં કોંગ્રેસના દિવસ રાત પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં વેજ નોનવેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો