બીજા દિવસે હડતાળ યથાવત્:બોન્ડના નિયમમાં ફેરફાર સામે હડતાળ પર ઉતરેલા BJ મેડિકલના ડૉક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોન્ડના નિયમોમાં ફેરફારના મુદ્દે શુક્રવારે બી. જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ ચાલુ રાખી હતી અને ઓપીડી, ઈમરજન્સી, ટ્રોમા સર્વિસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓથી અળગા રહ્યા હતા. તેમ બીજે મેડિકલ જુનિયર ડોક્ટર્સ એસોસિએસના પ્રેસિડેન્ટ ડો.વિશ્વજીત રાજના જણાવ્યું હતું. પ્રજાના પૈસાએ ભણ્યા છો તો પ્રજાની સેવા કરવી પડશે, નહીંતર પગલા ભરાશે તેવી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ચીમકી બાદ પણ શુક્રવારે હડતાળ જારી રાખનાર રેસિડેન્ટ ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા માટેનો સત્તાવાળાઓેએ આદેશ આપતા રોષ ફેલાયો હતો.

મેડિકલ એસોસિઅેશને ટેકો જાહેર કર્યો
બી. જે. મેડિકલ જુનિયર ડોકટર્સ એસોસિઅેશન સાથે સંકળાયેલા અગ્રણી રેસિડેન્ટ ડોક્ટરોએ જણાવ્યું હતુ કે અમારી હડતાળને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએસન તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએસન સહિતના સંગઠનોએ સમર્થન જાહેર કર્યુ છે. અમદાવાદની બી જે મેડિકલ કોલેજ ઉપરાંત બરોડા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગરની મેડીકલ કોલેજોના આશરે 2000થી વધુ રેસિડેન્ટ ડોક્ટર્સએ શુક્રવારે હડતાળ ચાલુ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...