રેસિડેન્ટ ડોક્ટર્સનું આંદોલન:અમદાવાદના બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોકટરોની હડતાળ હવે ડિજિટલ થઈ, સોશિયલ મીડિયા પર કેમ્પેઈન શરૂ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલો વીડિયોનો સ્ક્રીનશોટ - Divya Bhaskar
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલો વીડિયોનો સ્ક્રીનશોટ
  • જુનિયર ડોક્ટર્સે સોશિયલ મીડિયાથી લોકોનો સમર્થન મેળવવા પ્રયાસ શરૂ કર્યા
  • PM મોદી, અક્ષય કુમારને ટેગ કરીને વીડિયો પોસ્ટ કર્યા

રાજ્યના 2000 જેટલા જુનિયર ડોકટર પોતાની કેટલીક માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરોની હડતાળનો આજે પાંચમો દિવસ છે અને પોતાની માંગણીઓને લઈને તેઓ છેક સુધી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ સિવિલમાં હડતાળ પરના ડોક્ટરો દ્વારા અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે હવે ડોકટરે હડતાળમાં સોશિયલ મીડીયાની મદદ લેવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડીયામાં ડોક્ટરોએ હડતાળના વીડિઓ પોસ્ટ કર્યા છે.

સોશિયલ મીડિયાથી સમર્થન મેળવવા પ્રયાસ
જુનિયર ડોક્ટરોએ દ્વારા પોતાના આંદોલનમાં વધારે સમર્થન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર જુનિયર ડોકટરની ચાલી રહેલ હડતાળનો વીડિયો ગીત સાથે અપલોડ કરાયો છે. જેમાં નરેન્દ્ર મોદીથી માંડીને બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ટેગ કરીને બોન્ડ મુદ્દે સરકાર સાથેની સમસ્યાથી અવગત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જુનિયર ડોક્ટરોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું
નોંધનીય છે કે આજે હડતાળના પાંચમાં દિવસે અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. જેમાં અનેક ડોક્ટરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ઉપરાંત ડોક્ટરોએ કહ્યું કે, માંગણી પૂરી ના થાય તો કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ પણ સરકારને પરત આપીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

માંગ નહીં સ્વીકારાય તો કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછું આપશે
જુનિયર ડોકટર ઉમાને જણાવ્યું હતું કે, આજે હડતાળનો 5મો દિવસ છે. ત્યારે અમે હડતાળ હજુ યથાવત જ રાખવાના છીએ. હડતાળ હોવા છતાં કાલે ઓર્ગન ડોનેશનમાં અમારી જરૂર હતી. હડતાળના સમયે પણ અને કામ કરીને માનવતા દાખવી છે. આજે 5માં દિવસે બ્લડ ડોનેશન કર્યું હતું. જેમાં અનેક ડોકટરો જોડાયા હતા, સરકાર દ્વારા મુદ્દાનું નિવારણ નહીં આવે તો અમને અપાયેલ કરુણા વોરિયર્સનું સર્ટિફિકેટ અમે સરકારને પરત આપીશું.

સિવિલમાં ડોક્ટરોએ બ્લડ ડોનેડ કર્યું
સિવિલમાં ડોક્ટરોએ બ્લડ ડોનેડ કર્યું

રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજોના જૂનિયર ડોક્ટરોની હડતાળ
કોવિડની મહામારીમાં દર્દીની ખડેપગે સેવા કરનાર અમદાવાદ સહિત રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજોના બે હજારથી વધુ જુનિયર ડોક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જ્યારે બીજી તરફ સરકારે જુનિયર ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશો જારી કર્યા છે. છતાં જુનિયર ડોક્ટરો હડતાળ યથાવત રાખવા મક્કમ છે. જેથી જુનિયર ડોક્ટરો અને સરકાર આમને સામને આવી ગયા છે. જુનિયર ડોક્ટરોની હડતાળ છતાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી-ઓપીડી સહિતની સેવાઓ યથાવત છે, પણ 45 ટકા પ્લાન્ડ સર્જરી રદ કરવાની ફરજ પડી છે. જો કે, હોસ્પિટલતંત્ર દ્વારા સિનિયર ડોક્ટરો(ફેકલ્ટી) ની રાઉન્ડ ધ કલોક ડ્યૂટી ગોઠવાઇ છે.

વડોદરામાં પણ જુનિયર ડોક્ટરોની હડતાળ
વડોદરામાં પણ જુનિયર ડોક્ટરોની હડતાળ

બોન્ડના સહિતના મુદ્દે વિવાદ થયો
કોવીડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા ત્રણ દિવસથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.