જાહેરનામાનો ભંગ:અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જન્મ દિવસની ઉજવણી, તલવારથી કેક કાપતો વીડિયો વાઈરલ થયો

અમદાવાદએક વર્ષ પહેલા
સરેઆમ જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
  • વીડિયોમાં દેખાતા લોકોમાં એકને બાદ કરતાં તમામ સગીર વયના હોવાથી પોલીસે તે મુજબની કાર્યવાહી શરુ કરી.

રાજ્યમાં જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કેક કાપવાનો વીડિયો વાયરલ થવાની ઘટનાઓ વધવા માંડી છે. અમદાવાદમાં ર્ફ્યૂ હોવા છતાં લબરમુછીયા ભેગા થઈને જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરતાં હતાં. આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે આ વીડિયોને લઈને તપાસ શરુ કરી હતી. જેમાં તે શહેરના ખાડિયા વિસ્તારનો વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું.

હાથમાં તલવાર લઈને જાહેરમાં કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો
હાથમાં તલવાર લઈને જાહેરમાં કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો

ગૃપમાં એકને બાદ કરતાં તમામ સગીર વયના હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા યુવકનો જન્મ દિવસ હતો. જન્મ દિવસની ઉજવણી માટે તેના મિત્રો ભેગા થયાં હતાં. આ મિત્રોનું એક એવું ગૃપ છે જે બર્થ ડે ઉજવવા માટે ભેગા થાય છે. તેઓ તલવારથી કેક કાપે છે. આ સમગ્ર બાબત કાયદાકિય રીતે ગુનો બને છે. જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ છોકરાઓ 11મા ધોરણમાં ભણે છે. ગુરુવારે રાત્રે આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતાં અને તેમણે બર્થ ડે બોય પાસે તલવારથી કેક કપાવી હતી. આ ગૃપમાં એક યુવકને છોડીને તમામ સગીર વયના હતાં. જેથી પોલીસે તે મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

વસ્ત્રાલના ફાર્મ હાઉસમાં પણ જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો
વસ્ત્રાલના ફાર્મ હાઉસમાં પણ જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો

વસ્ત્રાલના ફાર્મ હાઉસનો પણ વીડિયો વાયરલ થયો હતો
તાજેતરમાં જ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં યુવક તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થતા રામોલ પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. જો કે આ મામલે સૌ પહેલા રામોલ પોલીસે સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો કર્યા હતા અને ઓઢવ પોલીસની હદમાં બનાવ બન્યો હોવાનું કહ્યું હતું પરંતુ વીડિયોમાં દેખાતો શખ્સ વિશાલ પંડ્યા અને રામોલ પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો હતો છતાં રામોલ પીઆઈએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલ રામોલ પોલીસે આરોપી વિશ ઉર્ફે મોન્ટુ પંડ્યાની ધરપકડ કરી અને તલવાર પણ કબ્જે કરી હતી

અન્ય સમાચારો પણ છે...