ઇમર્જન્સી લેન્ડિંગ:અમદાવાદ એરપોર્ટ પર Go Firstની ફ્લાઇટને બર્ડ હિટ, 25 મિનિટ ફ્લાઇટ હવામાં રહી બાદમાં લેન્ડ કરાઈ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થયેલી Go Firstની ફ્લાઈટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ગો ફર્સ્ટની અમદાવાદ-ચંડીગઢ ફ્લાઇટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સિંગ લેન્ડ કરવામાં આવ્યું હતું. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટથી ઉડેલું આ વિમાન અચાનક બર્ડ હિટ થતાં લેન્ડ કરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડીને 25 મિનિટ બાદ પરત આવ્યું છે.

બર્ડ હિટની ઘટનાની DGCIને જાણ કરાઈ
અમદાવાદ એરપોર્ટ પર આજે બર્ડ હિટનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ચંડીગઢ જઈ રહેલી ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા, અચાનક સમસ્યા સર્જાતા પ્લેનની ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. હાલ તમામ મુસાફરોને અન્ય પ્લેન મારફતે ચંડીગઢ રવાના કરવામાં આવે છે, પ્લેન ઉડ્યાના 25 મિનિટ બાદ આ સમસ્યા સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ DGCIને પણ કરવામાં આવી હતી.

1.8 કિલો વજનનું પક્ષી પ્લેન સાથે અથડાવું એ બંદૂકની ગોળી કરતાં વધુ ખતરનાક
એક રિપોર્ટ અનુસાર, જ્યારે 1.8 કિલો વજનનું પક્ષી હાઇ સ્પીડ એરક્રાફ્ટ સાથે અથડાય છે ત્યારે 3,50,000 ન્યૂટન ફોર્સ જનરેટ થાય છે. તેને આ રીતે વિચારો, જ્યારે 0.365 મીટરના બેરલમાંથી 700 m/s ની ઝડપે 40 ગ્રામની બુલેટ છોડવામાં આવે છે, ત્યારે એ 2,684 ન્યૂટન બળ ઉત્પન્ન કરે છે. અહીં ન્યૂટન એ બળનો એકમ છે. આ વિજ્ઞાનની ભાષા થઈ. હવે એને સરળ ભાષામાં સમજીએ તો જ્યારે 1.8 કિલો વજનનું પક્ષી વિમાન સાથે અથડાય છે, ત્યારે એ બુલેટ કરતાં લગભગ 130 ગણી વધુ ભયંકર ટક્કરનું કારણ બને છે. એબીસી સાયન્સના અહેવાલ મુજબ, 275 કિમી પ્રતિ કલાકની ઝડપે વિમાનને અથડાતું 5 કિલોનું પક્ષી 100 કિલો વજનની બેગ 15 મીટર ઉપરથી જમીન પર પડવા સમાન છે. જોકે એરક્રાફ્ટને 'બર્ડ હિટ'થી બચાવવા માટે સાવચેતી રાખવામાં આવે છે, પરંતુ પ્લેનના ટર્બાઇન સાથે અથડાયા બાદ જ્યારે પક્ષી એરક્રાફ્ટ એન્જિનમાં ફસાઈ જાય છે ત્યારે અકસ્માતનું જોખમ વધી જાય છે.

બર્ડ હિટના કારણે અગાઉ પણ ઈમર્જન્સી લેન્ડિંગ થયા હતા
બર્ડ હિટના કારણે અગાઉ પણ ઈમર્જન્સી લેન્ડિંગ થયા હતા

બર્ડ સેન્ચ્યુરીઝી અમદાવાદ ‘બર્ડ હિટ’ને લીધે કુખ્યાત
અમદાવાદની નજીક નળસરોવર અને થોળ જેવી ‘બર્ડ સેન્ચુરીઝ’ (પક્ષી અભ્યારણ) વિશ્વમાં પ્રખ્યાત થઇ રહી છે. જો કે ‘બર્ડ સેન્ચ્યુરીઝી’ના લીધે પ્રખ્યાત અમદાવાદ ‘બર્ડ હિટ’ના લીધે કુખ્યાત બની ગયું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર બર્ડ હિટ બનાવ બને છે! જેમાં હજારો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા અને એરલાઇન્સોને કરોડોનું નુકસાન થયું હતું. પરંતુ તેમ છતાંય બર્ડ હિટ ન થાય તેનો કોઇ ઉપાય મળતો નથી. એરપોર્ટ ઓથોરિટી નવા સાધનો લાવવાની વાત કરે છે! મ્યુનિસપિલ કોર્પોરેશન આસપાસના વિસ્તારની ગંદકી હટાવવાની ક્વાયત કરે છે અને વન મંત્રાલય પક્ષીઓના માળા ઝાડ પરથી ઉતારી દેવાની હિમાયત કરે છે! બર્ડ હિટની ઘટનાઓને રોકવા માટે વધુ સ્ટાફ મૂકવામાં આવે છે. જ્યારે અલગ-અલગ પ્રકારની ગન અને સાઉન્ડનો ઉપયોગ કરીને પક્ષીઓ ઉડાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અમદાવાદ દેશમાં 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે
બર્ડ હિટની ઘટનાઓમાં કેટલાક કિસ્સામાં તો એન્જીન સાથે બર્ડ હિટ થતાં તેની બ્લેડ પણ તૂટી ગઈ હતી અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યું હતું. જેમાં પ્લેનમાં બેસેલા મુસાકરોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. આ જે ઘટના છે એ થોડા વર્ષો પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર ઘટી છે. આ એરપોર્ટ પર છેલ્લા 1 વર્ષમાં 40 હજાર 209 એરક્રાફ્ટનો ધસારો જોવા મળ્યો છે. જેથી અનુમાન લગાવી શકાય કે આ રનવે પર જો હવે બર્ડ હિટ થાય તો કેટલી મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ એરપોર્ટને દેશનું 7મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે.

અગાઉ એક ફ્લાઈટનું ટાયર ફાટી ગયું હતું
અગાઉ એક ફ્લાઈટનું ટાયર ફાટી ગયું હતું

અમદાવાદમાં ચોમાસામાં વધુ બર્ડ હિટ થાય છે
અમદાવાદ એરપોર્ટ પર ચોમાસા દરમિયાન સતત બર્ડ હિટની ઘટનાઓ નોંધાય છે. બર્ડહિટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સતત પગલા લેવામાં આવે છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં નોનવેજની લારીઓ પક્ષીઓની અવરજવર રહેતી હોય છે. એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના ન બને તે માટે લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવેની બંને બાજુએ લીલું ઘાસ કાપવામાં આવ્યું છે. તેની સાથે જ રનવે પર 15 જેટલા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે જેઓ ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાની કામગીરી કરે છે. એ જ રીતે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તે માટે તેમને કચરો એકત્ર કરવા ડબ્બો આપવામાં આવ્યો છે.

રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઈના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2017-18માં ગાયો અને 2019-20માં વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. તેની સામે 2018-19માં વડોદરા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં શાહુડી મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે 2019-20માં સુરત એરપોર્ટના રનવે પરથી બે શિયાળ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એરપોર્ટ પરથી પણ નાના પ્રાણીઓ કૂતરા, શિયાળ, સસલું વગેરે પ્રાણીઓ મળી આવ્યા હતા. એજ રીતે ફ્લાઈટ મુવમેન્ટ માટે બર્ડ હિટની ઘટના પણ ભયજનક માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...